અફઘાનિસ્તાનની વણસેલી સ્થિતિ પર UNSCની મોટી બેઠક યોજાશે, ભારત કરશે અધ્યક્ષતા
- અફઘાનિસ્તાનમાં વણસેલી સ્થિતિ વચ્ચે UNSCની મોટી બેઠક
- ભારતની અધ્યક્ષતામાં UNSCની બેઠક યોજાશે
- કાબુર એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાહાકાર બાદ કાબુલ એરપોર્ટ પર તંગદિલીનો માહોલ છે અને લોકો અફઘાનિસ્તાન છોડવા માટે એરપોર્ટ પર ઉમટી રહ્યા છે. ચો તરફ અરાજકતા છે ત્યારે આજે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભારત કરશે.
કાબુલ એરપોર્ટ પર હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. અનેક દેશોના રાજનાયિકોને પણ કાબુલ એરપોર્ટ પરથી બચાવીને લઇ જવાઇ રહ્યા છે. તાલિબાનના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર ફાયરિંગના પણ સમાચાર છે. જો કે જાનહાનિના કોઇ સમાચાર નથી. જો કે એરપોર્ટ પર ભાગદોડનો વીડિયો વાયરલ થયો છે.
કાબુલ પર તાલિબાનના કબજા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જઇ ચૂક્યા છે. આ બાદ કાબુલ એરપોર્ટ પર દેશ છોડીને જનારાની ભીડ લાગી છે.
સંયુક્ત રાષ્ટ્ર પરિષધની બેઠકમાં અફઘાનિસ્તાનમાં વણસેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. ભારતના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે. ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાનને લઇને પરિષદની આ બીજી બેઠક છે. બેઠકમાં યૂએન ચીફ એન્તોનિયો ગુતરેસ પરિષદને સ્થિતિથી અવગત કરાવશે.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ એક નિવેદનમાં કહ્યું કે, લોહીની નદીનો ના વહે તે માટે, મે વિચાર્યું કે દેશની બહાર જવું વધારે યોગ્ય છે. તાલિબાનો તલવારો તેમજ બંદૂકોથી જીતી ગયા છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, સંપત્તિ અને આત્મસન્માનની સુરક્ષા માટે જવાબદાર રહેશે.