
તાનાશાહી: ચીનમાં હવે શાળાઓ અને યુનિવર્સિટીમાં શિ જિનપિંગના વિચારો વિશે ભણાવાશે
- કાલ માર્ક્સની વિચારધારાને સ્થાપિત કરવા માટે ચીનમાં નિર્ણય
- હવે શાળાઓ-યુનિવર્સિટોમાં શી જિનપિંગના વિચારોને ભણાવાશે
- રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં શી જિનપિંગના વિચારોને સામેલ કરાશે
નવી દિલ્હી: ચીન પોતાની તાનાશાહી અને વિસ્તારવાદની નીતિને કારણે કુખ્યાત છે. ચીનમાં ત્યાંના જ નાગરિકો પર સતત દમન અને અત્યાચાર કરવામાં આવે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાની જ વિચારધારા લોકો પર થોપવા માટે બળજબરી કરી રહ્યું છે. હવે ચીને પોતાના રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે ત્યાની પ્રાથમિક સ્તરની શાળાઓથી લઇને યુનિવર્સિટી સુધી રાષ્ટ્રપતિ શી જિનપિંગ અંગે ભણાવાશે.
યુવાનોમાં માર્ક્સવાદી વિચારધારા સ્થાપિત કરવાના હેતુસર શાળાઓથી લઇને યુનિવર્સિટી સુધી શી જિનપિંગના વિચારોને રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં સામેલ કરાશે તેવું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું, તેણે વધુમાં ઉમેર્યું હતું કે, આ માટે નવી ગાઇડલાઇન પણ બહાર પડાઇ છે.
પ્રાથમિક સ્તરથી લઇને યુનિવર્સિટી સુધી નવા યુગમાં ચીનની વિશેષતાઓ વચ્ચે સમાજવાદ પર શી જિનપિંગના વિચારો ભણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દિશાનિર્દેશોનો ઉદ્દેશ્ય નવી શિક્ષણ સામગ્રી અંતર્ગત યુવાનોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા પાર્ટી સાંભળવાનો અને તેના ઉદ્દેશ્ય પૂરા કરવાનો છે.
નોંધનીય છે કે, વર્ષ 2012માં સત્તા ગ્રહણ કર્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની ભૂમિકાને સમાજ, ઉદ્યોગો, શાળાઓમાં વધારવા માટે જોર અપાઇ રહ્યું છે.