1. Home
  2. ગુજરાતી
  3. ઇરાન-હમાસને જડબાતોડ જવાબ માટે તૈયાર છે ઇઝરાયલની રોબોટ આર્મી, જાણો તેની વિશિષ્ટતાઓ
ઇરાન-હમાસને જડબાતોડ જવાબ માટે તૈયાર છે ઇઝરાયલની રોબોટ આર્મી, જાણો તેની વિશિષ્ટતાઓ

ઇરાન-હમાસને જડબાતોડ જવાબ માટે તૈયાર છે ઇઝરાયલની રોબોટ આર્મી, જાણો તેની વિશિષ્ટતાઓ

0
Social Share
  • ઇરાન-હમાસ જેવા દુશ્મનોને ઇઝરાયલ જડબાતોડ જવાબ આપશે
  • ઇઝરાયલ હવે જંગ લડવા માટે તૈયાર કરી રહી છે રોબોટ આર્મી
  • આ રોબોટ્સ અત્યાધુનિક ખાસિયતોથી છે સજ્જ

નવી દિલ્હી: ઇઝરાયલ નાનો દેશ હોવા છતાં તેના અનેક દુશ્મનો છે જે વારંવાર ઇઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર બેઠા હોય છે અને અનેકવાર મિસાઇલ હુમલા કરીને ઇઝરાયલની શાંતિ ખંડિત કરવા માટેની હરકતો દોહરાવતા હોય છે. ઇરાન અને હમાસ જેવા દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે ઇઝરાયલે હવે પોતાની રોબોટ આર્મી તૈયાર કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇઝરાયલ સ્થિત બે ડિફેન્સ કંપનીઓ ઇલ્બિટ અને રોબોટીમે આ રોબોટ આર્મી તૈયાર કરી લીધી છે. આ રોબોટ્સ સેનાના સૈનિકોની માફક જ દરેક પ્રકારની ભૂમિકા નિભાવવા માટે સક્ષમ હશે.

આ ડિફેન્સ કંપનીઓએ એવો દાવો કર્યો છે કે આ રોબોટ બોર્ડર પર સૈનિકોની જગ્યાએ પણ ફરજ બજાવવા માટે સક્ષમ છે. બોર્ડર પર જે ખતરનાક જગ્યાઓએ સૈનિકોના જીવનો ખતરો રહે છે ત્યાં આ રોબોટ આર્મી પાસે ગમે તે મિશન પુરુ કરાવી શકાય તેમ છે. આ રોબોટ્સ ખતરનાક હથિયારોથી સજ્જ છે.

આ એક એવું મશિન છે જે માણસ સાથે મળીને યુદ્વમાં લડી શકે છે. આ મશિન એક કનેક્ટેડ સિસ્ટમ તરીકે કામ કરે છે તે તેની મોટી ખાસિયત છે. આ રોબોટ્સને વ્હીકલ સ્વરૂપે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આ રોબોટ્સને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી તૈયાર કરાયા છે જે કોઇપણ ખતરાને અગાઉથી જ જાણી લે છે. તેના ખરાબ પાર્ટને સૈનિકો સરળતાપૂર્વક બદલી પણ શકે છે. દરેક રોબોટનું વજન 1200 કિલો હશે અને એટલું જ વજન તે વહન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ રોબોટ્સની વિશિષ્ટતા છે કે તે પર્વતીય વિસ્તારો, બરફમાં કે રણમાં પણ તે ઓપરેટ થઇ શકે છે. પ્રતિ કલાક 30 કિમીની ઝડપે આગળ વધી શકે છે. તેની બેટરી આઠ કલાક સુધી ચાલુ રહે છે. તેની અંદર જનરેટર પણ લગાડી શકાય છે.

નોંધનીય છે કે, તેના અત્યાધુનિક સેન્સર સૈનિકોની ઓળખ કરવા માટે સમર્થ છે અને પોતાની જાતે મૂવમેન્ટ નક્કી કરી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code