1. Home
  2. ગુજરાતી
  3. વાંચો સમુદ્રની નીચે વસેલા એકમાત્ર દેશ એવા માલદિવ વિશે, વાંચો તેની ખાસિયત
વાંચો સમુદ્રની નીચે વસેલા એકમાત્ર દેશ એવા માલદિવ વિશે, વાંચો તેની ખાસિયત

વાંચો સમુદ્રની નીચે વસેલા એકમાત્ર દેશ એવા માલદિવ વિશે, વાંચો તેની ખાસિયત

0
Social Share
  • સમુદ્રની સૌથી નીચેની સપાટીએ વસેલો માલદિવ એકમાત્ર દેશ
  • માલદિવના 50 ટાપુઓ ડૂબવાની હાલતમાં
  • માલદિવના લોકોએ હિજરત કરવાની પણ આવી શકે છે નોબત

નવી દિલ્હી: વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જે સમુદ્રની સપાટીથી નીચે વસેલા છે. આવો જ એક દેશ છે માલદીવ. માત્ર 4 લાખની વસ્તી અને 1198 જેટલા ટાપુઓથી બનેલો આ દેશ દરિયાની સપાટીથી સરેરાશ 5 ફૂટનું અંતર ધરાવે છે. તેમાંથી 50 ટાપુઓ તો હવે ડૂબવાની હાલતમાં છે. માલદીવના વિલિન્ગ્લી આઇલેન્ડનું દરિયાની સપાટીથી અંતર 2.4 મીટરનું છે જે દેશમાં સૌથી વધુ છે.

જે રીતે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળી રહી છે અને ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે અને બરફ ઓગળી રહ્યો છે. 21મી સદીના અંત સુધીમાં સમુદ્રની સપાટીમાં 59 સેમીનો વધારો થવાની સંભાવના છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો વિશ્વમાં માલદિવ દેશ સૌથી પહેલો ડૂબની નષ્ટ પામશે.

અહીંયા માલદિવની ખાસિયત તેની સુંદરતા છે. જેને કારણે દર વર્ષે અહીંયા લાખોની સંખ્યામાં પર્યટકો ધામો નાખે છે. અહીંયા વેકેશન અને ન્યૂયર દરમિયાન પર્યટકોનો ઘસારો રહે છે. જો કે બીજી તરફ નિષ્ણાતો એવી પણ ચેતવણી આપી રહ્યા છે કે જો માલદિવના લોકોએ પોતાને જીવને બચાવવો હશે તો માલદિવથી હિજરત કરવી પડશે. આથી જ માલદિવના લોકોએ અત્યારથી જ વૈકલ્પિક સ્થળો વિશે વિચારવું જોઇએ.

જો માલદિવની સંસ્કૃતિ પર નજર કરીએ તો માલદિવના લોકો માટે ભારત કે શ્રીલંકા દેશ રહેવા માટે એકદમ સલામત સ્થળ છે. એક માહિતી પર માનીએ તો  વિશાળ ભૂ વિસ્તાર ધરાવતો ઓસ્ટ્રેલિયા ખંડ પણ હિજરત કરવા માટે અનુકૂળ પડે તેવો છે. વર્ષ 2008માં તો ખુદ માલિદવ સરકારે પણ એ વાતની કબૂલાત કરી હતી કે અમે એવી કોમ છીએ જે સતત પોતાની જમીન ગુમાવી દેવાના ખતરા હેઠળ રહીએ છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code