
સિદ્વિ: ભારતના 21 વર્ષીય નીલકંઠ છે દુનિયાના સૌથી ઝડપી હ્યૂમન કેલ્ક્યુલેટર, વૈશ્વિક સ્તરે જીત્યો ખિતાબ
- હૈદરાબાદના નીલકંઠ ભાનુ પ્રકાશે દુનિયામાં વગાડ્યો ભારતનો ડંકો
- દુનિયાના સૌથી તેજ હ્યૂમન કેલ્ક્યુલેટરનો જીત્યો ખિતાબ
- માઇન્ડ સ્પોર્ટ્સ ઓલમ્પિયાડ 2020માં ગોલ્ડ મેડલ જીત્યો
- નીલકંઠે શકુંતલા દેવીનો પણ રેકોર્ડ તોડ્યો હોવાનો કર્યો દાવો
સામાન્યપણે લોકોને ગણિતના જટિલ કોયડા ઉકેલવા કે પછી લાંબી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડતો હોય છે અને તેમાં સમય પણ વધુ જાય છે. જો કે કેટલાક લોકોમાં આ પ્રકારના કોયડા ઉકેલવાનું સામર્થ્ય જન્મજાત અને કુદરતની બક્ષિસ હોય છે. આવા જ એક હ્યુમન કેલ્ક્યુલેટર છે હૈદરાબાદનો નીલકંઠ ભાનુ પ્રકાશ. નીલકંઠે હાલમાં જ દુનિયાના સૌથી તેજ હ્યૂમન કેલ્ક્યુલેટર (Human Calculator)નો ખિતાબ જીત્યો છે.
Telangana: Hyderabad's 20-year-old Neelakanta Bhanu Prakash won India's first-ever gold in Mental Calculation World Championship at Mind Sports Olympiad held in London recently. He says, "I hold 4 world records & 50 Limca records for being the fastest human calculator in world." pic.twitter.com/k17YeYlYnW
— ANI (@ANI) August 24, 2020
લંડનમાં માઇન્ડ સ્પોર્ટ્સ ઓલમ્પિયાડ 2020માં જીત્યો ખિતાબ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, લંડનમાં થોડા દિવસ પહેલા માઇન્ડ સ્પોર્ટ્સ ઓલમ્પિયાડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નીલકંઠ ભાનુ પ્રકાશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં નીલકંઠે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. લંડનમાં યોજાયેલી આ પ્રતિસ્પર્ધામાં 13 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નીલકંઠ ભાનુ પ્રકાશે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે.
નીલકંઠે શકુંતલા દેવીનો પણ રેકોર્ડ તોડ્યો હોવાનો દાવો
My brain calculates quicker than the speed of a calculator. Breaking these records, once held by Math maestros like Scott Flansburg and Shakuntala Devi, is a matter of national pride. I have done my bit to place India on the global level of mathematics: Neelakanta Bhanu Prakash https://t.co/XDAqVvwdfk pic.twitter.com/jee159TAOD
— ANI (@ANI) August 24, 2020
ભારતે પ્રથમવાર મેન્ટલ કેલ્કૂલેશન વર્લ્ડ ચેમ્પિયનિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેવો નીલકંઠનો દાવો છે. નીલકંઠના જણાવ્યા મુજબ તેણે સ્કોટ ફ્લેન્સબર્ગ અને શકુંતલા દેવીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. નીલકંઠ 21 વર્ષનો છે અને તેના નામે સૌથી ઝડપી કેલ્કૂલેશન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. તે 4 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે તેમજ સૌથી તેજ હ્યૂમન કેલ્ક્યુલેટર તરીકેના 50 લિમ્કા રેકોર્ડ્સ પણ ધરાવે છે.
મેથ લેબ બનાવવાનું સ્વપન
હાલમાં નીલકંઠ ભાનુ પ્રકાશ બાળકોને ઓનલાઇન ક્લાસિસ કરાવે છે. તેનું સ્વપન એક મેથ લેબ બનાવવાનું છે. તેના માધ્યમથી તે હજારો બાળકો સુધી પોતાની પહોંચ વધારવા માંગે છે. મેથ લેબના માધ્યમથી બાળકોને ગણિત ભણાવીને તેમને ગણિત પ્રત્યે રૂચી વધારવા માંગે છે.
(સંકેત)