1. Home
  2. ગુજરાતી
  3. બરાક ઓબામાનું પુસ્તક બન્યું બેસ્ટ સેલર, માત્ર 24 કલાકમાં 9 લાખ નકલો વેચાઇ
બરાક ઓબામાનું પુસ્તક બન્યું બેસ્ટ સેલર, માત્ર 24 કલાકમાં 9 લાખ નકલો વેચાઇ

બરાક ઓબામાનું પુસ્તક બન્યું બેસ્ટ સેલર, માત્ર 24 કલાકમાં 9 લાખ નકલો વેચાઇ

0
  • અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનું પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડ બેસ્ટ સેલર સાબિત થયું
  • માત્ર 24 કલાકમાં જ આ પુસ્તકની 9 લાખ નકલો ફટાફટ વેચાઇ
  • પુસ્તક બજારમાં આવતા જ ખરીદી માટે ઘસારો જોવા મળ્યો હતો

ન્યૂયોર્ક: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનાં સંભારણાં (મેમોર્સ)ના પુસ્તકની નવ લાખ નકલો ફટાફટ વેચાઇ ગઇ હતી. માત્ર 24 કલાકમાં 9 લાખ નકલોનું વેચાણ થયું હતું તેવા અહેવાલો પ્રગટ થયા છે. આ પુસ્તકની કિંમત માત્ર 45 ડૉલર્સ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બરાક ઓબામાનાં સંસ્મરણોના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ની નકલો બજારમાં આવતાની સાથે જ ધડાધડ વેચાવા લાગી હતી. પુસ્તક બજારમાં મૂકાયાના પ્રથમ 24 કલાકમાં જ આ પુસ્તકની 8 લાખ 90 હજાર નકલો વેચાઇ ગઇ હતી.

આ પુસ્તકના કેટલાક અંશો પુસ્તકની પરિચયાત્મક સમીક્ષા રૂપે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારે પ્રગટ કર્યા હતા. એમાં ભારતના કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘ વિશેના ઉલ્લેખોએ ભારતના સાહિત્ય રસિકોમાં પણ આ પુસ્તક વિશે રૂચી જગાડી હતી.

પુસ્તકના વેચાણ અંગે પુસ્તકના પ્રકાશક પેંગ્વીન રેન્ડમ હાઉસના પ્રવક્તા ડેવિડ ટ્રેકે કહ્યું કે, પહેલા દિવસની નકલની વેચાણથી અમે ખુશ છીએ. એનો અર્થ એ છે કે વાચકો બરાક ઓબામાનાં સંસ્મરણો વાંચવા માટે ઉત્સુક અને ઉત્સાહી હતા. આ પુસ્તકના આગોતરા ઓર્ડર્સ પણ નોંધાયા હતા. ઓનલાઇન બુકિંગ પણ થયું હતું. પુસ્તક બજારમાં આવતાની સાથે જ ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી.

આ પુસ્તકના વેચાણથી એના પ્રકાશક પેંગ્વીન અને લેખક બરાક ઓબામા બંનેને 6-6 કરોડ ડોલર્સ મળશે. આ પુસ્તક અત્યારથી જે બેસ્ટ સેલર સાબિત થઇ રહ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code