
જાણો ભારતીય મૂળના ડૉ. સ્વાતિ મોહન વિશે, જેના થકી નાસાએ મંગળ પર સફળ લેન્ડિંગ કરી ઇતિહાસ રચ્યો
ડૉ. સ્વાતિ મોહને કહ્યું, “મંગળ ગ્રહ પર ટચડાઉનની પુષ્ટિ થઇ ચૂકી છે. હવે અહીંયા જીવન હોવાના સંકેતોની તપાસ શરૂ કરવા માટે નાસા તૈયાર છે
કેલિફોર્નિયા: અમેરિકી સ્પેસ એજન્સીના રોવર પરસિવરેંસે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું છે. પરસિવરેંસ રોવર ધરતી પરથી ટેકઓફ થયાના 7 મહિના બાદ મંગળ ગ્રહ પર પહોંચ્યો છે. ભારતીય સમય મુજબ ગુરુવાર-શુક્રવારે રાત્રે 2.25 વાગ્યે રોવરે લાલ ગ્રહની સપાટી પર લેન્ડીંગ કર્યું હતું. રોવરની સફળ લેન્ડીંગને જોતા પ્રયોગશાળામાં પ્રોજેક્ટ પર કામ કરતા વૈજ્ઞાનિકોમાં આનંદ છવાયો હતો. નાસાના આ મહત્વપૂર્ણ અને સફળ મિશન પાછળ ભારતીય મૂળના ડૉ.સ્વાતિ મોહનનું યોગદાન છે. ચાલો આજે તેમના વિશે વાંચીએ.
કોણ છે ડૉ. સ્વાતિ મોહન?
- સ્વાતિ મોહનનો જન્મ ભારતીય કન્નડ દંપત્તિના ઘરમાં થયો હતો. તેઓ માત્ર એક વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકા શિફ્ટ થયો હતો. સ્વાતિએ મેસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીથી એરોનોટિક્સ/એસ્ટ્રોનોટિક્સમાં D કર્યું છે.
- ડૉ. સ્વાતિ મોહને તેમનું મોટાભાગનું બાળપણ ઉત્તરી વર્જીનિયા-વોશિંગ્ટન ડીસીના મેટ્રો વિસ્તારમાં વિતાવ્યું છે
- 9 વર્ષની ઉંમરમાં, જ્યારે સ્વાતિ મોહને પ્રથમવાર સ્ટાર ટ્રેક જોયું તો તેઓ બ્રહ્માંડના નવા ક્ષેત્રોના સુંદર ચિંત્રણથી અભિભૂત થયા હતા. એ જ સમયથી તેમને બ્રહ્માંડના વિશ્વમાં રૂચી જાગી હતી. ત્યારથી તેમનું સ્વપ્ન હતું કે તે બ્રહ્માંડમાં નવા અને સુંદર સ્થાનોને શોધવાનું કામ કરશે
- Perseverance મિશનથી તે વર્ષ 2013થી જોડાયેલી છે
અનેક મહત્વના મિશનોમાં તેમનું છે યોગદાન
- CAમાં નાસાની જેટ પ્રોપલ્શન પ્રયોગશાળમાં પ્રારંભથી જ માર્સ રોવર મિશનના તેઓ સદસ્ય રહ્યા છે
- કૈસિની (શનિ માટે એક મિશન) અને GRAIL (ચંદ્રમાં પર અંતરીક્ષ યાન ઉડાન માટેની એક જોડી) જેવી પરિયોજનાઓમાં પણ તેઓ કાર્યરત રહ્યા છે.
પર્સેવરેંસ રોવરની સફળતા
- અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના પર્સવિરન્સ રોવરે ગુરુવારે મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું
- આ ઐતિહાસિક મિશનને સફળતાપૂર્વક સંચાલિત કરનારી નાસાની ટીમનું નેતૃત્વ ભારતીય મૂળના અમેરિકી એન્જિનિયર ડૉ. સ્વાતિ મોહને કર્યું છે. તેઓએ મિશનની ઉંચાઇ પર રોવરના કંટ્રોલ તેમજ રોવરની લેન્ડિંગ સિસ્ટમને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
- સ્વાતિ માર્સ 2020 ગાઇડેંસ, નેવિગેશન તેમજ કંટ્રોલ્સ ઓપરેશન લીડ છે. તેમણે મંગળ 2020ના એટિટ્યૂટ કંટ્રોલ સિસ્ટમનું પણ નેતૃત્વ કર્યું છે અને સમગ્ર મિશન દરમિયાન તેઓ લીડ સિસ્ટમ એન્જિનિયર રહ્યા છે.
ડૉ. સ્વાતિ મોહનનું કહેવું છે કે, “નાસાના JPLમાં કામગીરી કરતી વખતે દરેક સમયે અનેક નવા પડકારોનો સામનો થાય છે. અહીંયા દુનિયાના વિકાસ અંગેની ચર્ચા વિચારણા થાય છે. અંતરીક્ષની યાત્રાઓ વિશે ચર્ચા થાય છે. અહીંયા કામ કરવાથી પ્રેરણા મળે છે. એટલે જ હું બ્રહ્માંડમાં એવી અનંત જગ્યાઓને જોવા અને સમજવા માંગુ છું કે જેના વિશે સામાન્ય વ્યક્તિ વિચારી પણ ના શકે. તેથી જ હું આ લક્ષ્ય સાથે નાસાના અલગ અલગ મહત્વાકાંક્ષી મિશનમાં સામેલ થઇને એવું જીવન વ્યતિત કરવા ઇચ્છું છું.
(સંકેત)