
- લદ્દાખ મોરચે તણાવ વચ્ચે ચીને ફરીથી કરી આ હરકત
- હવે લદ્દાખથી અરુણાચલ સુધી 35 જગ્યાએ એર ડિફેન્સ નેટવર્ક ઊભુ કર્યું
- તેમાં રડાર, મિસાઇલો અને અર્લી વોર્નિંગ સિસ્ટમ સામેલ છે
નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ તણાવ ચાલી રહ્યો છે ત્યારે ચીને ભારતીય સીમા પર અક્સાઇ ચીનથી લઇને અરુણાચલ પ્રદેશ સુધી મોટા પાયે એર ડિફેન્સ નેટવર્ક તૈયાર કર્યું છે. સેટલાઇથી પ્રાપ્ત થયેલી ઇમેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે ભારત સાથે જોડાયેલી સીમા પર ડ્રેગનની મંશા સારી નથી. ચીને જે એર ડિફેન્સ નેટવર્ક તૈયાર કર્યું છે તેમાં રડાર, મિસાઇલો અને અર્લી વોર્નિંગ સિસ્ટમ સામેલ છે.
ચીને લગભગ 35 જગ્યાએ ભારતની સાથે મુકાબલો કરવાની તૈયારી કરી લીધી છે. ઑપન સોર્સ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલી તસવીરમાં તે સ્પષ્ટપણે જોઇ શકાય છે. એમાં કેટલાક એર ડિફેન્સ નેટવર્કના ઠેકાણા જૂના છે અને કેટલાંક નવા બનાવાયા છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ Detresfa તરફથી જાહેર તસવીરમાં આ જોઇ શકાય છે.
તાજેતરમાં જ સામે આવેલી સેટેલાઈટ ઈમેજના આધારે રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે, ચીને ભારત સાથે જોડાયેલી સીમા પર વ્યાપક અને આક્રમક વલણ દાખવ્યું છે. તેઓએ ભારતીય વાયુસેનાને ચીનની તૈયારીઓને લઈને અલર્ટ પણ કર્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચીન LaC પાસે તેના એરબેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત બનાવી રહ્યું છે. પોતના ફાઈટર જેટ માટે નવા હૈંગર બનાવી રહ્યું છે અને લાઈટિંગ સિસ્ટમમાં પણ સુધારો કરી રહ્યુ છે. ચીન તેના એરબેઝમાં ચારેકોર બંદ હૈંગર તૈયાર કરી રહ્યું છે, જેનાથી ચીન તેના ફાઈટર એરક્રાફ્ટને સુરક્ષિત રાખી શકે.
હૈંગરની દિવાલને 3 મીટરથી પણ વધારે જાડી બનાવવામાં આવી રહી છે અને હૈંગરના દરવાજાને સિંગલ પીસ સ્ટ્રોંગ સ્ટીલ પ્લેટમાંથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ હૈંગરને એ હિસાબે બનાવવામાં આવી રહ્યાં છે કે જેથી 300થી 500 કિલોના બોમ્બ, ગ્રાઉન્ડ પૈનિટ્રેટિંગ બોમ્બથી હૈંગરમાં પાર્ક કરવામાં આવેલા ફાઈટર જેટને નુકસાન ના થાય. ચીન પાકિસ્તાનમાં સ્કાર્દૂ એરબેઝમાં પણ નવી લાઈટિંગ સિસ્ટમ લગાવી રહ્યું છે. જેથી 24 કલાક, દરેક સિઝનમાં ઓપરેશન ચાલુ રાખી શકાય.