1. Home
  2. ગુજરાતી
  3. ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન દુશ્મનોની જાસૂસી કરે છે, ફેસબૂકના પૂર્વ કર્મચારીનો ખુલાસો
ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન દુશ્મનોની જાસૂસી કરે છે, ફેસબૂકના પૂર્વ કર્મચારીનો ખુલાસો

ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન દુશ્મનોની જાસૂસી કરે છે, ફેસબૂકના પૂર્વ કર્મચારીનો ખુલાસો

0
Social Share
  • ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન કરે છે જાસૂસી
  • ફેસબૂકના પૂર્વ કર્મચારીઓએ કર્યા અનેક ખુલાસા
  • તે અમેરિકાની સુરક્ષા માટે ખતરો છે

નવી દિલ્હી: ફેસબૂક કોઇને કોઇ વિવાદમાં રહેતું હોય છે ત્યારે હવે ફેસબૂકની પૂર્વ કર્મચારી અને વ્હીસલ બ્લોઅર ફ્રાંસીસ હોગેન કંપનીઓને લઇને સતત ખુલાસાઓ કરી રહી છે. હવે તેણે અમેરિકી કોંગ્રેસમાં એવો ખુલાસો કર્યો છે કે ચીન અને ઇરાન દુશ્મનો સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરવા માટે ફેસબૂકને માધ્યમ બનાવી રહ્યું છે. પરંતુ ફેસબૂક પાસે જાસૂસી સામે કામ કરનારી ટીમની અછત છે. તે અમેરિકાની સુરક્ષા માટે ખતરો છે.

ફેસબૂકની પૂર્વ કર્મચારી હોગેન એક ડેટા એન્જિનિયર છે. તેણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી છે. બિઝનેસમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું છે. ફેસબૂક પહેલાં તે ગૂગલ અને પિન્ટરેસ્ટમાં પણ કામ કરી ચૂકી છે. ચીન અને ઇરાનમાં ફેસબૂક પર પ્રતિબંધ છતાં ચીનની સરકાર ઉઇગર મુસ્લિમોની જાસૂસી માટે ફેસબૂકનો ઉપયોગ કરે છે તેવો તેણે ઘટસ્ફોટ કર્યો છે.

બીજી તરફ ઇરાનની સરકાર પણ બીજા દેશના અભિનેતાઓની જાસૂસી કરાવે છે. ચીન અને ઇરાનમાં ભલે ફેસબૂક બેન હોય પરંતુ આ માધ્યમ દ્વારા તે લોકોની જાસૂસી કરવાનું કામ કરે છે. જાસૂસીને લઇને ફેસબૂકની સમજ, માહિતી સંચાલન અને આતંકવાદ વિરોધી ટીમની અછત રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.

ઇરાનમાં જે હેકર્સ ઉપયોગ કરી રહ્યા હતા કે 200 એકાઉન્ટ ફેસબૂકે બંધ કરી દીધા છે. આ પગલું સાઇબર-જાસૂસી અભિયાનના ભાગ તરીકે ઉઠાવવામાં આવ્યું હતું. તેમાં મોટા ભાગના અમેરિકી સૈન્ય કર્મચારીઓ અને રક્ષા, એરોસ્પેસ કંપનીઓમાં કામ કરનારા લોકોની જાસૂસી થઇ રહી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code