1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા ભારત સાથે મળીને કામ કરતા રહીશું: જાપાન
વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા ભારત સાથે મળીને કામ કરતા રહીશું: જાપાન

વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા ભારત સાથે મળીને કામ કરતા રહીશું: જાપાન

0
  • ભારત અને જાપાન વચ્ચે 13મી વિદેશ મંત્રી સ્તરની બેઠક યોજાઇ
  • બેઠકમાં રાજનીતિ, સુરક્ષા, અર્થવ્યવસ્થા જેવા મુદ્દાઓ પર થઇ ચર્ચા
  • વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા ભારત સાથે કામ કરતા રહીશું: જાપાન

ટોક્યો:  ભારત અને જાપાન વચ્ચે 13મી વિદેશ મંત્રી સ્તરની બેઠક યોજાઇ હતી. બેઠક બાજ જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ કહ્યું કે ભારત સાથે વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કામ કરવાનું શરૂ રાખશે. આ બેઠકમાં બંને મંત્રીઓ વચ્ચે રાજનીતિ અને સુરક્ષાની સાથોસાથ અર્થવ્યવસ્થા અને આર્થિક ભાગીદારી સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે એક કલાક કરતા વધુ સમય ચર્ચા થઇ હતી.

જાપાની વિદેશ મંત્રીએ ઓગસ્ટના અંતમાં થયેલા નોટ્સના આદાન પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો. જે અંતર્ગત જાપાન ભારતને 50 અરબ યેનની આપાતકાલિન સહાયતા અને મેડિકલ ઉપકરણોની ખીદી માટે એક અરબ યેનની સહાયતા કરી રહ્યું છે. આ સહાયતા કોરોના સહિત ભારતની સ્વાસ્થ્ય પ્રણાલીને વિકસિત કરવામાં મદદરૂપ થશે તેવો આશાવાદ મોતેગીએ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે આ બેઠકમાં બંને મંત્રીઓએ સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ડો પેસિફિક ક્ષેત્રના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ભારતે પણ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને શરૂ રાખવાની બાહેંધરી આપી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT