અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે ISIS-Kએ ઉંચક્યું માથુ, તાલિબાન પર હુમલા વધ્યા
નવી દિલ્હી: અફઘાનને બાનમાં લેનાર તાલિબાન સામે હવે ઇસ્લામિક સ્ટેટ માથુ ઉંચકી રહ્યું છે. 20 વર્ષના યુદ્વ દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવી દેશને ચોતરફથી ખતમ કરનારા તાલિબાની શાસકો પણ હવે અહીં સુરક્ષિત નથી. ઇસ્લામિક સ્ટેટ હવે તેમને નિશાનો બનાવી હુમલા કરી રહ્યું હોવાનો અહેવાલ છે.
હાલમાં એક રિપોર્ટ અનુસાર ઇસ્લામિક સ્ટેટ કે અફઘાનનના દરેક રાજ્યમાં પોતાના એક પ્રતિનિધિની નિમણૂક કરી રહ્યું છે. જે તાલિબાની શાસકો સામે યુદ્વનીતિ પર ચાલશે.
તાલિબાની અનુસાર, તાલિબાની સૂત્રો એ વાતની ખાતરી આપી છે કે, ISIS-K દરેક રાજ્યમાં પોતાના ગવર્નર, સેના કમાન્ડર અને જીલ્લા સ્તરે પમ પ્રતિનિધિ તૈનાત કર્યા છે. સ્થિતિ અફઘાનના દરેક રાજ્યમાં છે.
આ દરમિયાન તાલિબાની શાસકોને નિશાનો બનાવીને કરવામાં આવી રહેલા હુમલા પણ સતત વધી રહ્યા છે. અહીં બોમ્બ બ્લાસ્ટ દ્વારા તાલિબાની શાસકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં અહીંના નિંગારહર પ્રાંતના એક ગામમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, અહીંના તાલિબાની પ્રતિનિધિને નિશાનો બનાવી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઇજા પામ્યા છે.
મહત્વનું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ઇસ્લામિક સ્ટેટ સતત હુમલા કરી રહ્યું છે. બે દિવસ પહેલા જ રાજધાની કાબૂલમાં તાલિબાની પ્રવક્તા દ્વારા આયોજીત એક શોકસભાને નિશાનો બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.