1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન વિરુદ્વ અવાજ ઉઠાવનારી એક્ટિવિસ્ટ કરીમ બલોચનું સંદિગ્ધ હાલતમાં મોત
પાકિસ્તાન વિરુદ્વ અવાજ ઉઠાવનારી એક્ટિવિસ્ટ કરીમ બલોચનું સંદિગ્ધ હાલતમાં મોત

પાકિસ્તાન વિરુદ્વ અવાજ ઉઠાવનારી એક્ટિવિસ્ટ કરીમ બલોચનું સંદિગ્ધ હાલતમાં મોત

0
  • પાકિસ્તાનની સરકાર-સેના વિરુદ્વ અવાજ ઉઠાવનારી બલૂચિસ્તાનની એક્ટિવિસ્ટનું મોત
  • બલૂચિસ્તાનની એક્ટિવિસ્ટ કરીમા બલોચનું કેનેડામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત
  • કરીમા ભારતના પીએમ નરેન્દ્ર મોદીને તેના ભાઇ માનતી હતી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સરકાર અને સેનાની વિરુદ્વ આંતરરાષ્ટ્રીય મંચ પર અવાજ ઉઠાવનારી બલૂચિસ્તાનની એક્ટિવિસ્ટ કરીમા બલોચનું કેનેડામાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે. રવિવારથી કરીમા ગુમ થઇ ગઇ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. કરીનાનું શબ ટોરેન્ટોથી મળી આવ્યું છે. હાલ કરીમાના મોતનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી પરંતુ તેની પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસાઇનો હાથ હોવાની શંકા છે. આપને જણાવી દઇએ કે કરીમા ભારતના પીએમ નરેન્દ્ર મોદીને તેના ભાઇ માનતી હતી અને વર્ષ 2016માં રક્ષાબંધન નિમિત્તે તેણે વડાપ્રધાનને રાખડી મોકલી હતી.

સીએનએન અનુસાર, કરીમા બલોચ રવિવાર સાંજથી ગુમ થઇ હતી અને ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે. તે બપોરે ત્રણ વાગ્યે છેલ્લી વાર જોવા મળી હતી. ત્યારબાદ એક અજાણ્યા વ્યક્તિ સાથે તે જતા જોવા મળી હતી. કરીમાના પરિવારે તેનું શબ મળ્યું હોવાની પુષ્ટિ કરી છે.

કરીમાએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પણ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અત્યાચારોની વિરુદ્વ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. સંદિગ્ધ સ્થિતિમાં થયેલા તેના મોતને લઇને પાકિસ્તાની સરકાર અને તેની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇ ઉપર પણ સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બીબીસીએ વર્ષ 2016માં કરીમ બલોચને દુનિયાની 100 સૌથી પ્રેરણાદાયક અને પ્રભાવશાળી મહિલાઓમાં એક તરીકે ગણવામાં આવી હતી.

નોંધનીય છે કે, વર્ષ 2016માં કરીમા બલોચે પીએમ મોદીને ભાઈ ગણાવતા કહ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે બલૂચિસ્તાનની એક બહેન ભાઈ માનીને આપને કંઈક કહેવા માંગે છે. બલૂચિસ્તાનમાં અનેક ભાઈ ગુમ છે. અનેક ભાઈ પાકિસ્તાની સેનાના હાથે માર્યા ગયા છે. બહેનો આજે પણ ગુમ ભાઈઓની રાહ જોઈ રહી છે. અમે આપને કહેવા માંગીએ છીએ કે આપ બલોચ નરસંહાર, યુદ્ધ અપરાધ અને માનવાધિકાર હનનની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચો પર બલોચ અને બહેનોનો અવાજ બનો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.