
ગૌરવ: નાસાના ચંદ્ર મિશન માટે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીની પસંદગી
- નાસાએ ચંદ્ર મિશન માટે 18 અવકાશયાત્રીઓના નામની યાદી જાહેર કરી
- નાસાએ મિશન માટે ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીની પણ કરી પસંદગી
- 18 અવકાશયાત્રીઓમાં 9 મહિલા અવકાશયાત્રીઓ પણ સામેલ
વોશિંગ્ટન: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ તેના આર્ટમિસ ચંદ્ર અભિયાન માટે 18 અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી દીધી હતી. ગર્વની વાત એ છે કે નાસાના 18 અવકાશયાત્રીમાં એક ભારતીય મૂળના અમેરિકનને પણ સામેલ કરાયા છે. આ સિવાય 18 અવકાશયાત્રીઓમાં 9 મહિલા અવકાશયાત્રીઓને સામેલ કરાઇ હતી.
It is part of the human spirit to explore.
Today, we’d like to introduce you to our @NASAArtemis team — the initial team of @NASA_Astronauts who will help pave the way for our next human missions on and around the Moon: https://t.co/AiXfUyP6zl pic.twitter.com/LMJ0nNlE2N
— NASA (@NASA) December 9, 2020
આ અવકાશયાત્રીઓની ટીમમાં ભારતીય મૂળના અમેરિકન રાજા જોન વુરપુતૂર ચારીની પસંદગી કરાઇ છે. ભારતીય મૂળના અમેરિકન રાજા જોન ચારી યુએસ એરફોર્સ એકેડમી, એમઆઇટી અને યુએસ નવલ ટેસ્ટ પાયલટ સ્કૂલથી સ્નાતક છે. નાસા દ્વારા તેમની પસંદગી 2017 એસ્ટ્રોનોટ કેન્ડિડેટ ક્લાસ માટે કરાઇ છે. ઑગસ્ટ 2017માં તેઓ આમાં સામેલ થયા હતા અને તાલીમ પૂરી કરી હતી. હવે તેઓ ચંદ્ર અભિયાન માટે સજ્જ છે.
નોંધનીય છે કે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેંસે રાષ્ટ્રીય અવકાશ પરિષદની બેઠકને સંબોધતા અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી હતી નાસા આ મિશન હેઠળ વર્ષ 2024માં ચંદ્ર પર પહેલીવાર કોઇ મહિલા અવકાશયાત્રી પગ મૂકશે.
(સંકેત)