
- નવા વર્ષના પ્રારંભમાં જ એક એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે
- વર્ષ 2020નો છેલ્લો એસ્ટેરોઇડ વર્ષ 2020 YB4 માત્ર 36 મીટર વ્યાસનો હતો
- 15 મીટરનો ક્ષુદ્રગ્રહ 2019 YB4 પૃથ્વીથી 6.4 મિલિયન કિ.મી.ના સુરક્ષિત અંતરેથી પસાર થશે
કેલિફોર્નિયા: નવા વર્ષના પ્રારંભમાં જ વિશ્વ માટે એક ખરાબ સમાચાર છે. નાસાએ ચેતવણી આપી છે કે એક દાનવી 220 મીટર એસ્ટેરોઇડ નવા વર્ષની શરૂઆતમાં પૃથ્વી તરફ આવી રહ્યો છે. વર્ષ 2020નો છેલ્લો એસ્ટેરોઇડ વર્ષ 2020 YB4 માત્ર 36 મીટર વ્યાસનો હતો. આ એસ્ટેરોઇડ પૃથ્વીથી 6.1 મિલિયન કિમીના અંતરેથી સવારે 6 વાગ્યે UTCની તરત બાદ પસાર થયો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, નવા વર્ષ 2021માં પણ વધુ 3 નિયર અર્થ ઓબ્જેક્ટ્સ પૃથ્વીની નજીક પોતાની ઉપસ્થિતિ નોંધાવશે. તેમાંથી 15 મીટરનો ક્ષુદ્રગ્રહ 2019 YB4 પૃથ્વીથી 6.4 મિલિયન કિ.મી.ના સુરક્ષિત અંતરેથી પસાર થશે. જ્યારે અન્ય 2 નિયર અર્થ ઓબ્જેક્ટ્સ (NEO) 15 મીટર 2020 YA1 તેમજ 21 મીટર 2020 YP4 પણ આગામી દિવસે ક્રમશ: 1.5 અને 2.1 કિમીના અંતરેથી પસાર થશે.
આ ત્રણ NEO પસાર થવા સિવાય એક મોટો એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાશે. આ એસ્ટરોઈડ 3 જાન્યુઆરીએ પૃથ્વીના પાછળના ભાગે ટકરાશે. 220 મીટર વ્યાસવાળો આ એસ્ટરોઈડ ગોલ્ડન ગેટ બ્રિજની લંબાઈ જેટલો પહોળો છે.
(સંકેત)