1. Home
  2. ગુજરાતી
  3. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ લૉન્ચ કર્યું

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ લૉન્ચ કર્યું

0
Social Share
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ લૉન્ચ કર્યું
  • આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઇ રીતે આધુનિકીકરણ થયું છે
  • આ ઇન્ડેક્સમાં 5 મુખ્ય પેરામીટર્સ હશે

નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક કંપોઝિટ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઇ રીતે આધુનિકીકરણ થયું છે. આ ઇન્ડેક્સમાં 5 મુખ્ય પેરામીટર્સ હશે. આ પાંચ પેરામીટર્સ અલગ અલગ સમયગાળા દરમિયાન દેશમાં ડિજીટલ પેમેન્ટના પેનિટ્રેશનનું આકલન કરવામાં મદદ કરશે.

આરબીઆઈના નિવેદન અનુસાર આ પેરામીટર્સમાં પેમેન્ટ ઇનેબલર્સ,પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ડિમાન્ડ સાઈડ ફેકટર્સ,પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સપ્લાય સાઈડ ફેકટર્સ,પેમેન્ટ પરફોર્મન્સ અને કન્ઝ્યુમર સેટ્રિસિટીનો સમાવેશ થાય છે. તેમાંથી તમામ એક પેરામીટર્સની અંદર અમુક સબ પેરામીટર્સ હશે અને તમામ એક પેરામીટર્સની અંદર ઘણા માપવાલાયક ઈન્ડિકેટર્સ હશે.

આ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો આ ઇન્ડેક્સમાં માર્ચ 2018ને બેઝ પિરીયડ બનાવવામાં આવ્યું છે. બેઝ પિરિયડનો ડીપીઆઇ સ્કોર 100 રાખવામાં આવ્યો છે. આ બેઝ અનુસાર માર્ચ 2019નો ડીપીઆઇ સ્કોર 153.47 અને માર્ચ 2020નો ડીપીઆઇ સ્કોર 207.84 આવ્યો છે. નિવેદન અનુસાર આ સ્કોર જણાવે છે કે આ સમયગાળા દરમિયાન ડિજીટલ પેમેન્ટમાં ઘણો વિકાસ થયો છે.

હવેથી RBI-DPIનું પ્રક્ષ્ન  દર છ માસે આરબીઆઇની વેબસાઈટ પર કરવામાં આવશે.તેની શરૂઆત માર્ચ 2021થી થશે. આ ઇન્ડેક્સમાં જે આંકડાઓનો ઉપયોગ થશે તે ઓછામાં ઓછા 4 માસ અગાઉના હશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code