1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દસક્રોઈ નજીક રોડ સાઈડ પર માતા સાથે ઊભેલા બાળકનું ટેમ્પાની અડફેટે મોત
દસક્રોઈ નજીક રોડ સાઈડ પર માતા સાથે ઊભેલા બાળકનું ટેમ્પાની અડફેટે મોત

દસક્રોઈ નજીક રોડ સાઈડ પર માતા સાથે ઊભેલા બાળકનું ટેમ્પાની અડફેટે મોત

0
Social Share

અમદાવાદ, 24 મે, 2026 : Child dies after being hit by a tampon શહેરમાં અને શહેર નજીક હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેર નજીક દસક્રોઈ તાલુકાના ગામડી ગામ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. રોડ સાઈડ પર માતા સાથે ઊભેલા સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકને પૂરપાટ ઝડપે આવેલા પિક-અપ ટેમ્પોએ અડફેટે લીધો હતો. ગંભીર રીતે અકસ્માતમાં ઘવાયેલા બાળકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં શ્રમિક પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે. મૂળ મહેસાણા જિલ્લાનો વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો છે. 21 મેની સાંજે ક્રિષ્ણાની માતા વર્ષાબહેન અન્ય મહિલા અને બાળકો સાથે વટવા વિસ્તારમાં કરિયાણું ખરીદવા ગયા હતા. સાંજે આશરે 7 વાગ્યે રિક્ષામાં પરત ફરીને ગામડી સ્થિત ‘સ્વાસ્તિક-2’ ફ્લેટ્સ નજીક પોતાના ઘર પાસે ઉતર્યા હતા. પરિવાર હજુ રસ્તાની સાઈડમાં ઊભો જ હતો, તે દરમિયાન અચાનક એક પિક-અપ ટ્રકના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને બેજવાબદારીપૂર્વક હંકારી લાવી માસૂમ ક્રિષ્ણાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પોનું વ્હીલ ફરી વળતાં બાળકને માથાના પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવમાં ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા માસૂમને તાત્કાલિક વટવાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ અને ત્યારબાદ SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ રાત્રે 10:34 વાગ્યે ફરજ પરના તબીબોએ માસૂમ ક્રિષ્ણાને મૃત જાહેર કર્યો હતો. ઘટના સમયે વટવા ખાતે મજૂરી કામે ગયેલા પિતાને ફોન પર આ અઘટિત ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

આ મામલે વિવેકાનંદનગર પોલીસે અજાણ્યા પિક-અપ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિટ એન્ડ રનની આ ઘટનાને અંજામ આપી નાસી છૂટેલા ચાલકને પકડવા માટે પોલીસે હાઈવે અને આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code