Homeગુજરાતીદેશ-વિદેશIPL 2027: દિલ્હી કેપિટલ્સમાં કોચિંગ સ્ટાફમાં શ્રીલંકાના આ ખેલાડીનો કરાયો સમાવેશ

IPL 2027: દિલ્હી કેપિટલ્સમાં કોચિંગ સ્ટાફમાં શ્રીલંકાના આ ખેલાડીનો કરાયો સમાવેશ

નવી દિલ્હી, 17 ઓક્ટોબર 2026: ઈન્ડિયન પ્રીમીયર લીકમાં પ્રથમ ટાઈટલ જીતવા માટે દિલ્હી કેપિટલ્સ (ડીસી)એ પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા પાયે ફેરફાર કર્યાં છે. ફ્રેંચાઈઝીએ શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ચમિંડા વાસને આઈપીએલ 2027 માટે પોતાના નવા બોલીંગ કોચ તરીકે નિમણુંક કરી છે. દિલ્હી કેપિટલ્સએ સોશિયલ મીડિયા ઉપર એક ખાસ વીડિયો સાથે તેમના નામની જાહેરાત કરી છે. આ નિમણુંક સૌરવ ગાંગુલીને હેડ કોચ અને યુવરાઝ સિંહની આસિસ્ટન્ટ બેટીંગ કોચ બનાવ્યા બાદ ડીસીએ સપોર્ટ સ્ટાફમાં આ ત્રીજો મોટો ફેરફાર કર્યો છે.

52 વર્ષિય ચમિંડા વાસની શ્રીલંકા ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ અને અસરદાર ફાસ્ટ બોલર તરીકે ગણતરી થાય છે. બોલરે પોતાના ઈન્ટરનેશનલ કેરિયરમાં 111 ટેસ્ટ મેચમાં 355 વિકેટ અને 322 વન-ડેમાં 400 વિકેટ હાંસલ કરી છે. આ ઉપરાંત તેમણે ટી20માં છ વિકેટ હાંસલ કરી છે. વાસ 1996માં ક્રિકેટ વિશ્વ કપ જીતનાર શ્રીલંકા ટીમનો મુખ્ય સભ્ય છે. પોતાની સટીક લાઈન-લેંથ, નવા બોલ સાથે બંને તરફથી સ્વિંગ કરવાની શ્રમતા અને દરેક પરિસ્થિતિમાં રન રોકવાની કલા માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. તેમજ કોચિંગ મામલે પણ તેમને લાંબો અનુભવ છે. શ્રીલંકાની સિનીયર અને યુવા ટીમ ઉપરાંત 2026 ટી20 વિશ્વકપમાં આયરલેન્ડના બોલીંગ કોચ અને ન્યૂઝીલેન્ડ ટીમમાં સલાહકાર તરીકે સેવા આપી ચુક્યાં છે.

હેમંગ બદાનીનો બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ દિલ્હી કેપિટલ્સએ પોતાના કોચિંગ સેટઅપમાં મોટાપાયે ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીને 6 ઓક્ટોબરના રોજ હેડ કોચ બનાવ્યાં હતા. એસએ20માં પ્રિટોરિયા કેપિટલ્સની આગેવાની કર્યાં બાદ આઈપીએલમાં તેમનો હેડ કોચ તરીકે આ પ્રથમ કાર્યકાળ હશે. આ ઉપરાંત 2007 ટી20 અને 2011 વન-ડે વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુવરાજ સિંહ 13 ઓક્ટોબરના રોજ પ્રથમવાર કોઈ ટીમમાં કોચની ભૂમિકામાં જોડાયાં છે. હવે ડીસીની આ યાદીમાં બોલિંગ કોચ તરીકે વાસનો ઉમેરો કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular