1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત માટે આવ્યું આ પ્રથમ નિવેદન, કમલા હેરિસ માટે પણ કહી આ વાત
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત માટે આવ્યું આ પ્રથમ નિવેદન, કમલા હેરિસ માટે પણ કહી આ વાત

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઇડેનનું ભારત માટે આવ્યું આ પ્રથમ નિવેદન, કમલા હેરિસ માટે પણ કહી આ વાત

0
Social Share
  • અમેરિકાના નવા વહિવટીતંત્રએ ભારતના પક્ષમાં આપ્યું નિવેદન
  • અમેરિકાના આ નિવેદનથી ભારત વિરોધી પાકિસ્તાન-ચીનના હોંશ ઉડી જશે
  • ભારત-અમેરિકાના સંબંધો મજબૂતી સાથે આગળ વધતા રહેશે: અમેરિકા

વોશિંગ્ટન: અમેરિકાની નવા વહીવટીતંત્ર તરફથી એક એવું નિવેદન સામે આવ્યું છે જેથી ભારત વિરોધી ચીન અને પાકિસ્તાનના હોંશ ઉડી જશે અને તેઓની ચિંતા વધવાનું નક્કી છે. અમેરિકાએ ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતાં કહ્યું કે બંને દેશોના સંબંધ મજબૂતી સાથે આગળ વધતા રહેશે. ચીન અને તેના ગુલામ પાકિસ્તાન એમ વિચારતા હતા કે ટ્રમ્પની વિદાય સાથે ભારત-અમેરિકાના સંબંધ પ્રભાવિત થશે, જેનો લાભ કોઇને કોઇ રૂપમાં તેમને મળશે. જો કે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે જો બાઇડેન ભારત સાથેના સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરનાર જો બાઇડેન ભારત-અમેરિકા વચ્ચે સફળ દ્વિદળીય સંબંધોનું સન્માન કરે છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને અનેકવાર ભારતનો પ્રવાસ કર્યો છે. તે ભારતની સાથે અમેરિકાના સંબંધોનું સન્માન કરે છે અને આગળ પણ ચાલુ રહેશે.

કમલા હૈરિસના ઉપરાષ્ટ્રપતિ બનવા પર જેન સાકીએ કહ્યું કે કોઇ ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવા નિશ્વિતરૂપથી અમે તમામ માટે એક ઐતિહાસિક ક્ષણ છે તેમજ તેનાથી ભારત-અમેરિકાના સંબંધ પહેલાં કરતા વધુ મજબૂત થઇ ગયા છે. બંને દેશો વચ્ચે ખૂબ સારા સંબંધ રહ્યા છે અને નવા રાષ્ટ્રપતિ આ પરંપરાને આગળ વધારવા માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં એવા સમાચારોએ પાકિસ્તાનને ઉત્સાહિત કરી દીધા હતા કે બાઇડેન ભારતની કેટલીક નીતિઓથી નારાજ છે. પાકિસ્તાને બાઇડેન સાથે જૂના સંબંઅધોનો હવાલો આપતાં કહ્યું કે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકામાં સત્તા પરિવર્તન તેના માટે સારું રહેશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code