1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નકશામાં જમ્મૂ કાશ્મીર-લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નકશામાં જમ્મૂ કાશ્મીર-લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા

0
Social Share
  • WHOએ તેના એક નકશામાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યું
  • આ કલર કોડેડ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર ઉપલબ્ધ
  • ભારતીય ભાગને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે
  • જ્યારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ગ્રે રંગથી ચિહ્નિત કરાયા છે

લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના એક નકશામાં જમ્મૂ અને કાશ્મીરની સાથોસાથ લદ્દાખને પણ ભારતથી અલગ બતાવ્યું છે. આ કલર કોડેડ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારતીય ભાગને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ગ્રે રંગથી ચિહ્નિત કરાયા છે. વૈશ્વિક સંસ્થાના આ નકશા અંગે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોમાં નારાજગી પ્રવર્તી છે.

નકશામાં દેશને બે નવા કેન્દ્રશાશિત પ્રદેશને ગ્રે રંગમાં બતાવાયા છે, જ્યારે ભારતને અળગથી વાદળી રંગવાળા ભાગમાં દર્શાવાયું છે, ત્યાં જ અક્સાઇ ચીનનો વિવાદિત ભાગ ગ્રે રંગમાં દર્શાવાયો છે, જેનાં પર વાદળી રંગના પટ્ટા છે.

લંડનમાં રહેતા આઇટી કંસલ્ટન્ટ પંકજની નજર સૌથી પહેલા આ નકશા પર પડી, તેમનાં જણાવ્યા મુજબ WhatsApp ગૃપ પર તેને શેઅર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, જમ્મુ કાશ્મિર અને લદ્દાખને બીજા રંગમાં જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા, આ કરતુત ચીનનાં હોઇ શકે કારણ કે તે WHOને સૌથી વધુ ફંડ આપે છે. અને તેથી ચીનનો WHO પર પ્રભાવ પણ ઘણો છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code