1. Home
  2. ગુજરાતી
  3. લો બોલો! પાકિસ્તાનની કાતરમાં પણ નથી દમ, કાતર બુઠ્ઠી નીકળતા મંત્રીએ રિબીન કાપીને કર્યું ઉદ્વાટન, જુઓ VIRAL VIDEO
લો બોલો! પાકિસ્તાનની કાતરમાં પણ નથી દમ, કાતર બુઠ્ઠી નીકળતા મંત્રીએ રિબીન કાપીને કર્યું ઉદ્વાટન, જુઓ VIRAL VIDEO

લો બોલો! પાકિસ્તાનની કાતરમાં પણ નથી દમ, કાતર બુઠ્ઠી નીકળતા મંત્રીએ રિબીન કાપીને કર્યું ઉદ્વાટન, જુઓ VIRAL VIDEO

0
Social Share
  • પાકિસ્તાનની કાતરમાં પણ ધાર નથી
  • એક મંત્રીએ કાતર બુઠ્ઠી નીકળતા પોતાના દાંતથી રિબીન કાપવી પડી
  • આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાંની કેટલીક હરકતો જ તમને હાસ્યથી લોટપોટ કરી દેતી હોય છે. ત્યાં કોઇને કોઇ એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જે તમને ખડખડાટ હસાવે છે. હાલમાં જ એક આવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવક્તા ફયાઝ અલ હસન ચૌહાણનો છે.

જુઓ VIRAL VIDEO

પંજાબ પ્રાંતના જેલ મંત્રી ફયાઝ અલ હસન ચૌહાણ કોઇક શો રૂમનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા અને પછી કંઇક એવું થયું કે આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ ગયો. આ વીડિયોને મંત્રીએ પોતાના જ ટ્વીટર હેન્ડલ પર શેયર કર્યો છે અને લખ્યું કે, પોતાના નિર્વાચન ક્ષેત્રમાં નવી દુકાન ખોલવાનો અનોખો અંદાજ. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે મંત્રી ફયાઝ ચૌહાણ શો રૂમનું ઉદ્વાટન કરવા પહોંચ્યા ત્યારે તેમને કાતરથી રિબીન કાપીને ઉદ્વાટન કરવાનું હતું. તેઓ જ્યારે કાતરથી રિબીન કાપવા ગયા તો તેમની કાતર બુઠ્ઠી નીકળી અને તેઓ રીબિન ના કાપી શક્યા. તેમના અનેક પ્રયાસો બાદ પણ સફળતા ના મળતા અંતે તેઓએ પોતાના જ દાંતથી રિબીન કાપી દીધી. આ જોઇને લોકો પણ ચોંકી ગયા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code