
150 નિર્દોષ બાળકોનો હત્યારો પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં ઠાર
- 150 નિર્દોષ બાળકોની હત્યાનો હત્યારો ઠાર કરાયો
- પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની ઠાર મરાયો
- તે પ્રતિબંધ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર પણ હતો
નવી દિલ્હી: 150 નિર્દોષ બાળકોની હત્યાને અંજામ આપનાર અને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર મોહમ્મદ ખુરાસાને ઠાર કરાયો છે. પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં તે માર્યો ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ આ માહિતી આપી હતી. TTP પાકિસ્તાનમાં અગાઉ અનેક હુમલાઓને અંજામ આપી ચૂક્યું છે.
TTP કમાન્ડર ખુરાસાની અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં માર્યો ગયો હોવાનું સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું. તેણે કહ્યું કે, તે પાકિસ્તાનમાં નાગરિકો અને સુરક્ષાકર્મીઓની હત્યામાં સામેલ હતો. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ પણ ખુરાસાની માર્યા ગયાની પુષ્ટિ કરી હતી, પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
મોહમ્મદ ખુરાસાની વર્ષ 2007માં ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતન સ્વાત ક્ષેત્રમાં ઉગ્રવાદી રેન્કમાં જોડાયો હતો. સુરક્ષા અધિકારીઓ અનુસાર, તે આતંકવાદી નેતા મુલ્લા ફઝલુલ્લાહની નજીક બની ગયો હતો, જે બાદમાં તે ટીટીપીનો પ્રમુખ બન્યો હતો. વર્ષ 2014માં ખુરાસાનને ટીટીપી પ્રવક્તા બનાવ્યો ત્યારથી તે આતંકવાદોના પ્રચાર અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.
ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ખુરાસાની વારંવાર કાબુલ જતો હતો. અગાઉ, તે ખૈબર પખ્તુનખ્વા(Khyber Pakthunkhwa)ના ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લામાં આતંકવાદી ઠેકાણાનું સંચાલન કરી રહ્યો હતો, પરંતુ 2014માં ઓપરેશન ઝરબ-એ-અઝાબ (Zarb-i-Azab Operation)દરમિયાન અફઘાનિસ્તાન ભાગી ગયો હતો.