ચીનના છક્કા છોડાવવા માટે આ દેશ પ્રતિબદ્વ, હવે આ માટે અમેરિકા પાસેથી F-16 ખરીદશે
- ચીનના છક્કા છોડાવવા માટે તાઇવાન પ્રતિબદ્વ
- હવે તાઇવાને અમેરિકા પાસે એફ-16 લડાકૂ વિમાન મંગાવ્યા
- પોતાની સુરક્ષા માટે તાઇવાન હવે પહેલા કરતા વધુ પ્રતિબદ્વ જણાઇ રહ્યું છે
નવી દિલ્હી: ચીન અને તાઇવાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે તાઇવાને ચીનના છક્કા છોડાવવા માટે અમેરિકા પાસે ઝડપી રીતે એફ-16 ફાઇટર જેટ્સની ડિલિવરી કરવાની અપીલ કરી છે. હવે તાઇવાને ચીનના હાડકા ખોખરા કરવા માટે નેમ લીધી છે. પોતાની સુરક્ષા માટે તાઇવાન હવે પહેલા કરતા વધુ પ્રતિબદ્વ જણાઇ રહ્યું છે.
અમેરિકી સરકારના પ્રશાસને તાઇવાનના અધિકારીઓ સાથે તાઇવાનના અધિકારીઓ સાથે તાઇવાનને અમેરિકી નિર્મિત એફ-16ની ડિલિવરીમાં ઝડપ લાવવાની સંભાવનાર પર ચર્ચા કરી છે. વર્ષ 2019માં તાઇવાને અમેરિકા પાસેથી એફ-16 ફાઇટર જેટ ખરીદવા માટે ડીલ કરી હતી.
22 ફાઈટર જેટ્સના વેચાણને 2019માં મંજૂરી અપાઈ હતી. પરંતુ ચીનની ઉશ્કેરણી અને જોખમને ધ્યાનમાં રાખતા તાઈવાનને વાસ્તવિક ડિલિવરીના સમયમાં ઝડપ આવવાની આશા છે. જેમાં સામાન્ય રીતે 10 વર્ષ સુધીનો સમય લાગી શકે છે.
આપને જણાવી દઇએ કે 150 ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈન્ય વિમાનોએ 1-5 ઓક્ટોબરમાં તાઈવાનના એરસ્પેસમાં ઘૂસણખોરી કરી છે. આ બેઈજિંગ તરફથી છેલ્લા કેટલાક દિવસમાં તાઈવાનમાં સૌથી મોટી ઘૂસણખોરી છે. આ ઘૂસણખોરી એવા સમયે થઈ કે જ્યારે ચીને તાઈવાન પર સંપૂર્ણ સાર્વભૌમત્વનો દાવો કર્યો.