1. Home
  2. ગુજરાતી
  3. તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનીઓ હવે પર્વત અને રણ પાર કરીને પણ કરી રહ્યા છે હિજરત
તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનીઓ હવે પર્વત અને રણ પાર કરીને પણ કરી રહ્યા છે હિજરત

તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનીઓ હવે પર્વત અને રણ પાર કરીને પણ કરી રહ્યા છે હિજરત

0
Social Share
  • અફઘાનિસ્તાનીઓની લોકોની પર્વતીય માર્ગથી બીજા દેશમાં હિજરત
  • તાલિબાનથી બચવા લોકો પર્વત-રણ પાર કરીને પણ બીજા દેશ તરફ જઇ રહ્યા છે
  • તેઓ ખાસ કરીને યુરોપ તરફ જાય તેવી આશંકા છે

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ ત્યાંના લોકો ડર અને ભયને કારણે અફઘાનિસ્તાન છોડી દેવા માટે કોઇપણ રસ્તો અપનાવવા તૈયાર થયા છે. અંતિમ અમેરિકન સૈન્યની ટૂકડી પણ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધા બાદ હવાઇ માર્ગે દેશ છોડવાની આશા પૂરી થઇ જતા હજારો અફઘાનીઓ સરહદ પાર કરીને પાડોશી દેશ તરફ હિજરત કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હજારો અફઘાનિસ્તાનીઓ રણ અને પર્વતો પાર કરીને અફઘાનની પાકિસ્તાન અને ઇરાન સરહદે જઇ રહ્યા છે. બ્રિટનના રાજકારણીઓ યુરોપમાં મોટા પાયે હિજરત થવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અફઘાનિસ્તાનીઓ તુર્કી પહોંચી શકે છે અને ત્યાંથી યુરોપ તેમજ બ્રિટન પણ જઇ શકે છે.

અફઘાનિસ્તાનીઓની સફર નિમરુઝથી શરૂ થાય છે જે અફઘાનિસ્તાનના દુર્ગમ પ્રાંતોમાં સામેલ છે. જેના મોટા ભાગના વિસ્તાર રણ અને પર્વતોથી ઘેરાયેલો છે. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે હજારોની સંખ્યામાં અફઘાનીઓ હિજરત કરીને જઇ રહ્યા છે.

તાજેતરમાં આ જ માર્ગે હિજરત કરી ચૂકેલા એક વ્યક્તિએ પોતાની જર્ની વિશે જણાવ્યું હતું કે, ચાર કલાકથી વધુ સમય સુધી સતત ચાલતો રહ્યા બાદ હું આ ખીણમાં પહોંચ્યો હતો અને અંધારુ થાય તેની રાહ જોઈ હતી. રાત્રે 10 વાગ્યાની આસપાસ ઈરાનીઓ આવ્યા હતા અને તેણે પ્રત્યકે વ્યક્તિને કોડ અથવા તો કીવર્ડ પૂછ્યો હતો.

ત્યાં અમને જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા અને પ્રત્યેક જૂથનો એક સ્મગર હતો. ત્યાંથી એક પછી એક જૂથમાં અમને ઈરાન તરફ લઈ જવામાં આવ્યા હતા. ભૂતકાળમાં હું આ રસ્તે ઘણી વખત પસાર થયો હતો. ત્યારે 200 જેટલા લોકો હતા પરંતુ આ વખતે તો મોટી સંખ્યા હતી. હજારો લોકો ત્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code