1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો થશે લાગુ, ટ્રિબ્યૂનલની કરાઇ રચના
અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો થશે લાગુ, ટ્રિબ્યૂનલની કરાઇ રચના

અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો થશે લાગુ, ટ્રિબ્યૂનલની કરાઇ રચના

0
Social Share
  • અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો લાગુ કરવા તાલિબાન બેકરાર
  • આ માટે તાલિબાને ત્યાં ટ્રિબ્યૂનલની રચના કરી
  • હાલ આઇએસ-કે તાલિબાન માટે મોટો પડકાર બની ચુક્યું છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટ્ટરપંથી તાલિબાનો હવે ત્યાં પોતાના નિયમો લાગુ કરી રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ પર અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. આ વચ્ચે હવે તાલિબાન ત્યાં શરિયા કાયદો લાગુ કરવા માટે બેકરાર છે. આ માટે ત્યાં તાલિબાને ટ્રિબ્યૂનલ પણ બનાવ્યું છે. આ મિલિટરી ટ્રિબ્યૂનલ પાસે દેશમાં શરિયો કાયદો લાગુ કરવાની જવાબદારી આપવામાં આવી છે.

આ રિપોર્ટ અનુસાર મિલિટરી ટ્રિબ્યૂનલને શરિયા શાસન લાગુ કરવા, ઇસ્લામિક કાયદો લાગુ કરવા, ફરિયાદ દાખલ કરવા અને તાલિબાની અધિકારીઓ સામેની અરજીઓની સુનાવણી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેની પાસે આર્મી અને ઇંટેલિજેંસ યૂનિટ સામે મળનારી ફરિયાદોને પણ સાંભળવાનો અધિકાર હશે. અફઘાનિસ્તાનમાં આતંકી હુમલા વધવા તેમજ લઘુમતીઓને નિસાન બનાવવા મુદ્દે તાલિબાન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ આઇએસ-કે તાલિબાન માટે મોટો પડકાર બની ચુક્યું છે.

બીજી તરફ અફઘાનિસ્તાનમાં કતાર દ્વારા અમેરિકા કમાન સંભાળશે. જોકે હાલ દુતાવાસ ખોલવાની કોઇ ઉતાવળ નથી. અમેરિકા અને કતારે અફઘાનિસ્તાનમાં અમેરિકી હિતોંને લઇને એક કરાર પર સહી કરી છે.

હવે અમેરિકા કતાર દ્વારા અફઘાનિસ્તાનમાં કામ કરશે. કાબુલમાં અમેરિકી દુતાવાસ બંધ થયા બાદ તાલિબાન અને અફઘાનિસ્તાનના આમ લોકો સાથે જોડાવાનો અમેરિકાનો આ આમ રસ્તો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code