1. Home
  2. ગુજરાતી
  3. યુકે: પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન, વિન્ડસર પેલેસમાં અંતિમ શ્વાસ લીધા
યુકે: પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન, વિન્ડસર પેલેસમાં અંતિમ શ્વાસ લીધા

યુકે: પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન, વિન્ડસર પેલેસમાં અંતિમ શ્વાસ લીધા

0
Social Share
  • બ્રિટનના રાજવી ઘરના સૌથી વરિષ્ઠ સભ્ય અને રાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું નિધન
  • તેમણે શાહી વિન્ડસર મહેલમાં અંતિમ શ્વાસ લીધો હતો
  • પ્રિન્સ ફિલિપને ‘ડ્યૂક ઑફ એડિનબર્ગ’નું સત્તાવાર બિરુદ મળ્યું હતું

નવી દિલ્હી: બ્રિટનના રાજવી ઘરના સૌથી વરિષ્ઠ સભ્ય અને રાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું નિધન થયું છે. તેઓનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેમણે શાહી વિન્ડસર મહેલમાં અંતિમ શ્વાસ લીધો હતો. પ્રિન્સ ફિલિપને ડ્યૂક ઑફ એડિનબર્ગ પણ કહેવામાં આવતા હતા, કેમ કે તે તેનું સત્તાવાર બિરુદ હતું. હવે પ્રિન્સ ફિલિપના નિધન બાદ રાણી એલિઝાબેથ રાજવી પરિવારની સૌથી વરિષ્ઠ સભ્ય છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિન્સ ફિલિપ છેલ્લે વર્ષ 2017માં જાહેરમાં દેખાયા હતા. ત્યારબાદ તેમણે જાહેર જીવનથી પોતાને દૂર રાખ્યા હતા. તે લાંબા સમયથી અસ્વસ્થ હતા અને વિન્ડસર પેલેસમાં રહેતા હતા. ગત મહિને 28 દિવસ સુધી છાતીના સંક્રમણના કારણે તેઓ હોસ્ટિપટલમાં સારવાર અર્થે રહ્યા અને તે પછી તે મહેલમાં પાછા ફર્યા હતા.

પ્રિન્સ ફિલિપના નિધનની પુષ્ટિ બકિંગહામ પેલેસમાંથી જાહેર કરવામાં આવેલા નિવેદન બાદ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ડ્યુક ઑફ એડિનબર્ગ – પ્રિન્સ ફિલિપનું અવસાન થયું છે. રાજવી પરિવારના વડા તરીકે ખુદ રાણીએ પુષ્ટિ આપી છે કે તેમનો પતિ હવે દુનિયામાં નથી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code