1. Home
  2. revoinews
  3. એનએસ ધોની અને સાઉથના સુપરસ્ટાર વિજય વચ્ચે યોજાઈ મુલાકાતઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
એનએસ ધોની અને સાઉથના સુપરસ્ટાર વિજય વચ્ચે યોજાઈ મુલાકાતઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

એનએસ ધોની અને સાઉથના સુપરસ્ટાર વિજય વચ્ચે યોજાઈ મુલાકાતઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

0
Social Share

દિલ્હીઃ એમએસ ધોની આઈપીએલના બીજા ફેઝની તૈયારી માટે ચેન્નઈ પહોંચ્યો છે. ધોનીએ આ દરમિયાન સાઉથના સુપર સ્ટાર તલપતિ વિજય સાથે મુલાકાત કરી હતી. બંનેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બંનેની આ મુલાકાત ચેન્નાઈ ગોકુલમ સ્ટુડિયોણાં થઈ હતી. જ્યાં વિજય પોતાની આગામી ફિલ્મ બિસ્ટનું શુટીંગ કરી રહ્યો છે. જ્યારે ધોની પણ કેટલાક દિવસોથી ટેલિવીઝન કોર્મશિયલ શૂટીંગ કરી રહ્યો છે.

એમએસ ધોની આઈપીએલની ચેન્નાઈ સુપરકિંગ્સનો કેપ્ટન છે. વિજયને વર્ષ 2008માં સીએસકેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું એલાન કરાયું હતું. બંને મહાનુભાવોએ એક સ્ટુડિયોમાં ઉપસ્થિતિને લઈને મુલાકાતનો નિર્ણય લીધો હતો. બંનેના ફોટો રિયાઝ કે અહમદ નામની વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ફોટોમાં ધોની બ્લ્યુ ટીશર્ટમાં અને વિજય ગ્રે કલરની ટીશર્ટમાં જોવા મળે છે. એમ એસ ધોનીને પ્રશંસકો ચેન્નાઈમાં થાલા કહીને બોલાવે છે. જ્યારે વિજયને તલપતિ કહીને બોલાવે છે. થાલાનો અર્થ લીડર થાય છે. વિજય પોતાની ફિલ્મ બીસ્ટના બીજા શિડ્યુઅલનું શુટીંગ ઝલદી ખતમ કરશે. અંતિમ વખત ફિલ્મ માસ્ટમાં વિજય સેતુસાથે જોવા મળ્યાં હતા. ધોનીની વાત કરીએ તો આઈપીએલ 2021ના બીજા ફેઝ માટે 13મી ઓગસ્ટના રોજ યુએઈ જવા થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code