1. Home
  2. ગુજરાતી
  3. શું છે ઐશ્વર્યા રાય સાથેના કોલ્ડવોરનું સત્ય? સુષ્મિતા સેને આપ્યો જવાબ
શું છે ઐશ્વર્યા રાય સાથેના કોલ્ડવોરનું સત્ય? સુષ્મિતા સેને આપ્યો જવાબ

શું છે ઐશ્વર્યા રાય સાથેના કોલ્ડવોરનું સત્ય? સુષ્મિતા સેને આપ્યો જવાબ

0
Social Share

1994માં સુષ્મિતા સેન મિસ યુનિવર્સ અને ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ બની. કહેવામાં આવે છે કે શરૂઆતથી જ બંનેની વચ્ચે સારા સંબંધો નથી. તેનું એક મોટું કારણ એ પણ હતું કે ઐશ્વર્યા ફેશન અને મોડેલ વર્લ્ડમાં સુષ્મિતાની સરખામણીએ મોટું નામ હતું. હવે એક ઇન્ટરવ્યુમાં વર્ષો પછી સુષ્મિતાએ ઐશ્વર્યા સાથે કોલ્ડ વોર અંગે નિવેદન આપ્યું છે. સાથે જ મનભેદ હોવાના સમાચારો અંગે પણ વાત કરી છે.

સુષ્મિતાએ ઐશ્વર્યા રાય સાથે કોલ્ડવોરના સમાચારોને ખોટા ગણાવ્યા છે. સુષ્મિતાએ કહ્યું, ‘હું હંમેશાં ઐશ્વર્યા રાય પ્રત્યે વોર્મ રહી છું. મારા અને ઐશ્વર્યાની વચ્ચે ખરાબ રિલેશન્સ હોવાની વાત ભ્રમ છે.’ શું સુષ્મિતા અને ઐશ્વર્યાને દોસ્ત કહી શકાય? તે સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું- આ માટે અમારે પહેલા એકબીજા સાથે સમય વીતાવવો પડે, પરંતુ અમે ચોક્કસપણે એકબીજા પ્રત્યે ફ્રેન્ડલી છીએ.

સુષ્મિતા સેને પોતાના આ કેન્ડિડ ઇન્ટરવ્યુમાં જિંદગી સાથે જોડાયેલા સિક્રેટ્સ જણાવ્યા. તેણે એ પણ જણાવ્યું કે મોટી દીકરી રેનેએ કેવું રિએક્ટ કર્યું હતું જ્યારે તેને જાણ થઈ કે તે અડોપ્ટેડ બાળક છે.

સુષ્મિતાએ કહ્યું, “મેં રેનેને એક રમત દ્વારા આ વાત જણાવી. અમે એકબીજાની ઓપોઝિટ રમી રહ્યા હતા. મેં કહ્યું અડોપ્ટેડ કે બાયોલોજિકલ? તેના પર રેનેએ કહ્યું, મને દત્તક લેવામાં આવી છે? મેં કહ્યું, હા, બાયોલોજિકલ બોરિંગ છે. તું સ્પેશિયલ છે, દિલથી પેદા થયેલી છે. ત્યારબાદ તે દરેકને જણાવતી હતી કે તમે બાયોલોજિકલ છો? તમે બોરિંગ છો.”

એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા સેન લાંબા સમયથી બોલિવુડથી દૂર છે. સુષ્મિતા પોતાના ફોટાઓ અને બોયફ્રેન્ડ રોહમન શૉલના કારણે ચર્ચામાં રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code