1. Home
  2. ગુજરાતી
  3. IPL 2026: વિસ્ફોટક બેસ્ટમેન વૈભવ સૂર્યવંશી RCB ના આ ખાસ બોલરને બનાવશે ટાર્ગેટ
IPL 2026: વિસ્ફોટક બેસ્ટમેન વૈભવ સૂર્યવંશી RCB ના આ ખાસ બોલરને બનાવશે ટાર્ગેટ

IPL 2026: વિસ્ફોટક બેસ્ટમેન વૈભવ સૂર્યવંશી RCB ના આ ખાસ બોલરને બનાવશે ટાર્ગેટ

0
Social Share

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: ગૌહાટીના મેદાન પર જ્યારે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે આવ્યા ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં જીત-હાર કરતા વધુ ચર્ચા એક 18 વર્ષના કિશોર અને વિશ્વના શ્રેષ્ઠ બોલર વચ્ચેના જંગની હતી. રાજસ્થાન રોયલ્સના યુવા સનસનાટીભર્યા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ સામેની લડાઈ જીતીને સાબિત કરી દીધું કે પ્રતિભા ઉંમરની મોહતાજ નથી. વૈભવે બુમરાહના 5 બોલનો સામનો કરી 2 છગ્ગા સાથે 13 રન ફટકાર્યા હતા. બુમરાહને 200થી વધુના સ્ટ્રાઈક રેટથી ધોયા બાદ હવે વૈભવે પોતાનું આગામી ટાર્ગેટ લોક કરી દીધું છે. 10 એપ્રિલે ગૌહાટીમાં જ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશી જે 5 બોલરોને ટાર્ગેટ કરવાનો છે તેમાં સૌથી મોટું નામ અનુભવી પેસર ભુવનેશ્વર કુમારનું છે. આ સિવાય તે ક્રુણાલ પંડ્યા, જેકબ ડફી, અભિનંદન સિંહ અને સુયશ શર્મા સામે પણ આક્રમક વલણ અપનાવે તેવી શકયતા છે.

વૈભવ સૂર્યવંશી માટે ભુવનેશ્વર કુમાર સામેનો જંગ વ્યક્તિગત પણ છે. ગયા વર્ષે આઈપીએલ ડેબ્યૂ દરમિયાન બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ પર ભુવીએ વૈભવને માત્ર 16 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે 2026ની સીઝનમાં રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ ગૌહાટીમાં વૈભવ પાસે તે હારનો બદલો લેવાની અને ભુવીની લાઈન-લેન્થ બગાડવાની તક છે. સૂર્યવંશીના કોચ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે, “જો ભુવીને સ્વિંગ મળશે તો તે વૈભવ માટે બુમરાહ કરતા પણ વધુ જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ જો સ્વિંગ ન મળી તો વૈભવ તેને છોડશે નહીં. બાકીના બોલરો જો વૈભવના ઝોનમાં બોલ નાખશે તો તેનું ઠેકાણું સ્ટેડિયમની છત જ હશે.”

આરસીબીના બોલરોએ પણ અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યું છે અને આગામી મેચમાં તેઓ આ પ્રદર્શનને જાળવા રાખવા પ્રયત્નો કરશે. આરસીબીના બોલર જેકબ ડફીએ આઈપીએલ 2026માં 5, ભુવનેશ્વર કુમારે ચાર, અભિનંદન સિંહે 3 જ્યારે સુયશ શર્મા તથા ક્રુણાલ પંડ્યાએ બે-બે મેચમાં બે-બે વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે જોવાનું એ રહેશે કે 10 એપ્રિલની રાત્રે ગૌહાટીના મેદાન પર કોનું પલડું ભારે રહે છે. શું 15 વર્ષનો આ સિંહ એકલો હાથે RCBની બોલિંગ લાઈનઅપને વેરવિખેર કરી નાખશે?

આ પણ વાંચોઃ યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં કરંટ: ચાંદીના ભાવમાં 11,000થી વધુનો તોતિંગ વધારો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code