
ઈરાનઃ સુધારાવાદી નેતા મસૂદ પેઝેશ્કિયન નવા રાષ્ટ્રપતિ બન્યા
નવી દિલ્હીઃ ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સુધારાવાદી ઉમેદવાર ડો. મસૂદ પેઝેશ્કિયાને રૂઢિચુસ્ત સઈદ જલીલીને હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. દેશના ચૂંટણી પંચે આની જાહેરાત કરી છે. આયોગના પ્રવક્તા મોહસીન ઈસ્લામીએ કહ્યું કે દેશમાં 49.8 ટકા મતદાન થયું છે. નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે લગભગ 30 મિલિયન વોટ પડ્યા હતા. શુક્રવારની ચૂંટણી પછી અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ ડેટામાં 16.3 મિલિયન મતો સાથે જલીલીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
ઈરાનના હાર્ટ સર્જન અને સાંસદ મસૂદ પેઝેશ્કિયાને ચૂંટણી પ્રચાર દરમિયાન પશ્ચિમના દેશો સુધી પહોંચવાનું વચન આપ્યું હતું. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને હરાવ્યા હતાં. ઈરાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું રાષ્ટ્રપતિ પદ સંભાળતી વખતે આ વર્ષે મે મહિનામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ઇબ્રાહિમ રાયસી પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં બંધનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતાં. ત્યારે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના મોત થયા હતા. જે બાદ ઈરાનમાં નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી.