યુએન સુરક્ષા પરિષદમાં ઈરાને અમેરિકા ઉપર કર્યાં આકરા પ્રહાર
ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા મામલે યોજાયેલી UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસેન ગાઝીને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે સીધી રીતે ભાગીદાર છે અને તે તથ્યો છુપાવીને વિશ્વ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે.
બીજી તરફ, અમેરિકાના રાજદૂતે પલટવાર કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા ઈરાનના ‘બહાદુર લોકો’ ની પડખે ઊભા છે. તેમણે ઈરાન સરકાર દ્વારા પ્રદર્શનકારીઓ પર કરવામાં આવી રહેલા દમન અને હિંસા પર સવાલો ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે, ઈરાનમાં આર્થિક કટોકટીને કારણે ફાટી નીકળેલા તોફાનોમાં અત્યાર સુધીમાં અંદાજે 2600 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ ગંગાસાગર મેળો : 1.30 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન


