1. Home
  2. ગુજરાતી
  3. ઇઝરાયેલે ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડરને ફૂંકી માર્યો, તેહરાન પર ભીષણ હુમલો
ઇઝરાયેલે ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડરને ફૂંકી માર્યો, તેહરાન પર ભીષણ હુમલો

ઇઝરાયેલે ઈરાની કુદ્સ ફોર્સના કમાન્ડરને ફૂંકી માર્યો, તેહરાન પર ભીષણ હુમલો

0
Social Share

તેલ અવીવ, 1 એપ્રિલ 2026: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, તેણે લેબનાનમાં ઈરાની કુદ્સ ફોર્સના શક્તિશાળી કમાન્ડર હુસૈન મહમૂદ મર્શાદ અલ-જૌહરીને એક સચોટ એર સ્ટ્રાઈકમાં ઠાર કર્યો છે. આ તરફ, રવિવારે વહેલી સવારે ઈરાનની રાજધાની તેહરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા મોટો હુમલો કરવામાં આવતા સમગ્ર પશ્ચિમ એશિયામાં ફફડાટ ફેલાઈ ગયો છે. હુસૈન મહમૂદ મર્શાદ અલ-જૌહરી લેબનાનમાં ઈરાની કુદ્સ ફોર્સના ઓપરેશન યુનિટનો ચીફ કમાન્ડર હતો.

ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, તે સીરિયા અને લેબનાન સરહદે ઈઝરાયેલ વિરુદ્ધ થતી તમામ સૈન્ય ગતિવિધિઓ અને હુમલાઓનું માસ્ટરમાઈન્ડિંગ કરતો હતો. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સએ આ ઓપરેશનનો લાઈવ વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં કમાન્ડરના ઠેકાણાને નસ્તનાબૂદ થતું જોઈ શકાય છે.

દરમિયાન અલ-જઝીરાના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનની રાજધાની તેહરાનને નિશાન બનાવી છે. શહેરના અનેક વિસ્તારોમાં એકપછી એક અનેક પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. હુમલા બાદ ઈરાને તાત્કાલિક પોતાનું એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કર્યું હતું. વિસ્ફોટો એટલા શક્તિશાળી હતા કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો. જોકે, ઈરાન તરફથી હજુ સુધી જાનહાનિના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાનની ધરતી પર સીધો હુમલો અને તેમના ટોચના કમાન્ડરની હત્યા બાદ હવે ઈરાન પણ વળતો પ્રહાર કરી શકે છે. અમેરિકાની આ હુમલામાં સીધી સંડોવણીને કારણે રશિયા અને અન્ય દેશો પણ આ વિવાદમાં કૂદી પડે તેવી શક્યતા છે, જે વિશ્વયુદ્ધ તરફ દોરી શકે છે.

આ પણ વાંચોઃ યુરોપમાં ઉર્જા કટોકટી વધુ ઘેરી બનશે: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code