ઈસરોનું મહત્વનું નિવેદન- અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારાશે,ઉદ્યોગ આધારિત નિતીઓ અપનાવાશે
- ઈસરો અંતરિક્ષ ક્ષેત્રમાં કરશે ખાનગી કરણ
- ખાનગી કંપનીઓની ભાગીદારી વધશે
દિલ્હીઃ- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ના ચીફ અને સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાયન્સ ડો.કે સિવને રવિવારે એક અગ્તયનું નિવેદન જારી કર્યુ છે જે પ્રમાણે જણાવાયું હતું કે ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવા માટે તેની હાલની નીતિઓમાં સુધારો કરશે અને નવી નીતિઓનું પણ ઘડતર કરશે.તેમણે પોતાની વાતમાં વધુ જણાવ્યું હતું કે, અમે ઉદ્યોગ આધારિત નીતિઓ રજૂ કરવા જઈ રહ્યા છે.
‘દુબઈ એક્સ્પો 2000’ ના સિમ્પોઝિયમના ઉદ્ઘાટન સત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે સ્પેસ ઉદ્યોગમાં ભારતીય કંપનીઓની મોટી ભૂમિકા રહેલી છે. આ ક્ષેત્રમાં તાજેતરના નીતિગત સુધારાએ ખાનગી ક્ષેત્રના એકમોને સપ્લાયરથી આગળ વધીને સમગ્ર પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર આપ્યો છે.
વૈશ્વિક બજારોમાં અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાની ઈસરોની યોજના
ડો.શિવને વધુમાં કહ્યું કે મને આશા છે કે વ્યાપારી અને તકનીકી સહયોગ અને સહરાકથી અવકાશ સહકાર હવે વધુને વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક બજારમાં અંતરિક્ષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી રહ્યું છે. નવી ઇન્ડસ્ટ્રી બોડી, ઇન્ડિયન સ્પેસ એસોસિએશન , તાજેતરમાં જ દેશને ભવિષ્યમાં આર્થિક સ્પેસ હબ બનાવવાના હેતુથી લોન્ચ કરવામાં આવી છે.
તેમણે આગળ કહ્યું હતું કે, દેશની સરકાર અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને આમંત્રિત કરવા માટે તૈયાર છે અને ઇસરો સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગો સાથે જોડાણ કરી રહી છે.ભારત દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભાગીદારી સહિત આંતરરાષ્ટ્રીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે,
તાજેતરના સમયમાં, ઇસરોએ દેશમાં સ્પેસ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવા માટે નીતિ આયોગ અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ સાથે હાથ મિલાવ્યા છે. જોકે, સિવને બાહ્ય અવકાશને સુરક્ષિત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને તે સુનિશ્ચિત કરવાની સરકારી અને બિન-સરકારી એજન્સીઓની સામૂહિક જવાબદારી છે.તેમ પણ કહ્યું હતું.