
ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા પ્રાપ્ત થયેલા પ્રથમ તબક્કાના ડેટા ઈસરોએ જાહેર કર્યા – ચંદ્રમાની તસ્વીરો સાથે અનેક ડેટા તમે પણ જોઈ શકો છો
- ઈસરોએ કર્યા ડેટા શરે
- આ ડેટામાં અનેક માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે
- ચટંદ્રયાન 2 ના ઓર્બિટર દ્રારા લેવામાં આવેલા ફોટોઝ પર જોવા મળ્યા
દિલ્હીઃ-ઓર્બિટર દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા ચંદ્રના શ્રેષ્ઠ ચિત્રો, તેના અંધારાના ભાગનું અન્વેષણ , એક્સ-રે દ્વારા તૈયાર કરાયેલ સપાટીની રચના અને નકશો, આવા કેટલાક પ્રકારના ડેટા ગુરુવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.જે સામાન્ય લોકો પણ તેની વેબસાઈટર જોઈ શકે છે, જેનો હેતુ અનેક લોકોને ચંદ્ર વિશેની સમજ પુરી પાડવાનો છે.
ચંદ્રયાન -2 મિશનમાં ચંદ્રની ભ્રમણ માટે મોકલવામાં આવેલા ઓર્બિટર દ્વારા આ સમગ્ર ડેટા એકત્રિત કરવામાં આવેલા છે જે ડેટાને પ્રથમ તબક્કાના ડેટા ગણાવવામાં આવી રહ્યા છે, આ ડેટા શેર કરવા પાછળનો હેતું વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સામાન્ય નાગરિકો ચંદ્ર વિશે તેમની સમજ વધારશે.
ઉલ્લએખનીય છે કે, 22 જુલાઈ 2019 ના રોજ ભારત દ્વારા મોકલાયેલા ચંદ્રયાન -2 મિશનમાં શામેલ છે. ઓર્બિટર -2 સપ્ટેમ્બર 2019 થી ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. તેમાં સ્થાપિત 8 ઉપકરણો ચંદ્રમાની સપાટી અને વાતાવરણ અંગે 100 કિ.મી.ની ઊંચાઈથી આ ડેટા ભેગા કરી રહ્યું છે, અને કેટલાક પરિક્ષણોને અજામ આપી રહ્યું છે
દો તમે પણ આ ચંર્માની સુંદર તસ્વીરો જોવા ઈચ્છતા હોય તો આ સમગ્ર માહિતી ભારતીય અતરિક્ષ વિજ્ઞાન ટેડા કેન્દ્ર વેબ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવામાં આવી છે
ઈસરો દ્રારા રજુ કરવામાં આવેલા ટેડમાં આ પ્રમાણે જોવા મળે છે
- ઓર્બિટર દ્વારા લેવામાં આવેલા સૌથી વધુ રિઝોલ્યુશનચંદ્રનમાના ફોટોઝ
- ખાડાઓ તેમજ અન્ય વસ્તુઓના ડિજિટલ મોડલમાં નકશા
- એક્સ રે દ્વારા તૈયાર કરવામાં આવેલા નકશાઓ
- પાણીની હાજરીના તપાસના ડેટા
- સૂર્યના ચમકનો અભ્યાસ
- ઓર્બિટરમાં ઉપસ્થિત ઈમેજિંગ ઇન્ફ્રા-રેડ સ્પેક્ટ્રોમીટરમાંથી મળેલા ડેટા પણ ઇસરો ખુબ જ જલ્દી બહાર પાડશે, ડેટા બહાર પાડશે. તેમાં, ચંદ્રના ખનિજોનો અભ્યાસ પાણીની શોધના હેતુથી કરવામાં આવ્યો છે.
સાહિન-