
ગોવામાં 18 વર્ષથી વધુ વયના લોકોને આઈવરમેક્ટિન દવા અપાશેઃ- મંત્રીનો દાવો- મૃત્યુ ઓછા થશે
- ગોવાના આરોગ્ય મંત્રીનો દાવો
- આઈવરમેક્ટિન દવા આપવાથી મૃત્યુ દર ઘટશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે,કોરકોના વાયરસ સામે દેશની જનતા તમામ નિયમોના પાલન સાથે લડત લડી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસએ જોર પકડ્યું છે. ત્યારે કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના સંક્રમણના નિવારણ અને સારવાર માટે આઈવરમેક્ટિન દવા આપવામાં આવશે. સોમવારે આ માહિતી આપતી વખતે ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ દાવો કર્યો હતો કે તેનાથી મૃત્યુ દરમાં ઘટાડો થશે.
ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે, બ્રિટન, ઇટલી, સ્પેન અને જાપાનની નિષ્ણાત પેનલે કોરોના દર્દીઓની સારવારમાં આ દવાનો ઉપયોગ કર્યા પછી મૃત્યુદર ઓછો થયો અને રિકવરી રેટ ઝડપી બનવાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, ત્યાર બાદ અમે નિર્ણય કર્યો છે કે 19 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના સંક્રમણના નિવારણ અને સારવાર માટે આઈવરમેક્ટિન દવા આપવામાં આવશે. ઇવરમેક્ટિન દવા સગર્ભા સ્ત્રીઓ અને 18 વર્ષથી ઓછી વયના લોકોને આપવામાં આવશે નહીં.
વિશ્વજીત રાણેએ આ બાબતે જણાવ્યું હતું કે,અમેં કોરોનાના સંક્રમણને રોકવા માટે આ દવાના ઉપયોગ કરવાના આદેશ આપ્યો છે. મંત્રીએ કહ્યું કે આઈવરમેક્ટિન દવા કોરોના સંક્મણ અટકાવશે જ નહીં, પરંતુ તેની તીવ્રતા ઘટાડવામાં પણ મદદ કરશે. રાણેએ જણાવ્યું હતું કે,તમામ જિલ્લાઓ, ઉપ જિલ્લાઓનાં આરોગ્ય કેન્દ્રો પર આઇવરમેક્ટિન 12 એમજીની ટેબલેટ દર્દીઓને આપવામાં આવશે.