
જમ્મુ કાશ્મીર:નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણો દેવી મંદિરમાં મચી નાસભાગ,અત્યાર સુધીમાં 12 લોકોના મોત,અનેક ઘાયલ
- જમ્મુમાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ
- અત્યાર સુધીમાં 12 લોકોના નિપજ્યા મોત
- ડઝનબંધ લોકો થયા ઘાયલ
- સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ
શ્રીનગર:નવા વર્ષની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે.જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ મચી હતી.એવી માહિતી છે કે,આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય શરૂ છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે,શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે,નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવ્યા છે.આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સ્થળ પર હાજર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,ઘણા લોકો મૃત મળી આવ્યા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 26 અન્ય લોકોને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાય ઘાયલોની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.