
જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડ વડે કર્યો હુમલો – એક જવાન ઘાયલ
- શ્રીનગરમાં આતંકીઓ એ ગ્રેનેડ વડે કર્યો હુમલો
- આ હુમલામાં એક જવાન ઘાયલ
શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જ્યાં પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના પ્રયત્ન કરતું રહેતું હોય છે, જ્યા આતંકી પ્રવૃત્તિઓને વેગ આપવાનું કાવતરું ચલાવવામાં આવે છે જો કે સેનાના જવાઓ સતત ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાને નાકામ કરી રહ્યા છે. ત્યારે ફરી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંવાદીઓએ ગ્રેનેડ વડે હુમવલો કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જમ્મુ -કાશ્મીરની રાજધાની શ્રીનગરના છનાપોરા વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવીને આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો છે.ગ્રેનેડ વડે કરવામાં આવેલા આ હુમલામાં એક જવાન ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ સેનાના જવાનો અને પોલીસે સતત આતંકીની શોઘખોળ શરુ કરી દીધી છે, હુમલાખોરોની શોધમાં આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.