1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા જાપાન-કોરિયાએ ઊંડો રસ દાખવ્યો
વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા જાપાન-કોરિયાએ ઊંડો રસ દાખવ્યો

વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા જાપાન-કોરિયાએ ઊંડો રસ દાખવ્યો

0

ગાંધીનગરઃ જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (VGGS 2022)માં ભાગ લેવા માટે પૂર્વના બે મહત્ત્વના દેશ જાપાન તથા દક્ષિણ કોરિયાએ ઊંડો રસ દાખવ્યો છે. ભારતનું સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાત તેની પ્રતિષ્ઠિત મૂડીરોકાણ ઈવેન્ટ VGGS 2022 માટે સજ્જ થઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે, પરિણામે વિકાસનાં ફળ સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે. ગાંધીનગર ખાતે 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 સમયે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે.

આ દ્વિવાર્ષિક ઈવેન્ટની તૈયારી સંદર્ભે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્માના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી પ્રતિનિધિમંડળે જાપાન અને કોરિયાના રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો તેમજ ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો સાથે ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરી હતી. વર્ચ્યુઅલ બેઠકમાં જાપાન તરફથી 300 તથા કોરિયાના 160 પ્રતિનિધિએ ભાગ લીધો હતો.

છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાત સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના વ્યાવસાયિક સંબંધો મજબૂત થયા છે અને હાલ પણ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં બંને દેશોની નોંધપાત્ર હાજરી છે. જાપાનની હિટાચી, સુઝુકી, હોન્ડા અને પેનાસોનિક તથા દક્ષિણ કોરિયાની કુકડો કેમિકલ્સ, હ્યુન્ડાઈ રોટેમ, સોંગવોન વગેરે કંપનીઓએ ગુજરાતમાં તેમના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન સાથેના ભારતના વ્યાવસાયિક સંબંધને હંમેશાં મહત્ત્વ આપ્યું છે અને આ જ કારણે ભારતમાં જાપાનનું મૂડીરોકાણ વધારવા માટે જાપાન પ્લસ નામે અધિકારીઓની એક વિશેષ ટીમ વડાપ્રધાન કાર્યાલયમાં સક્રિય છે. એ જ પ્રમાણે ગુજરાતમાં ઇન્ડેક્ટ્સબી વિભાગે રાજ્યમાં જાપાનીસ મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બનાવવા વિશેષ વિભાગ તૈયાર કર્યો છે. જાપાનની હિટાચી, સુઝુકી, હોન્ડા અને પેનાસોનિક કંપનીઓની હાજરી ગુજરાતમાં વધી છે.

અમદાવાદ નજીક ખોરજ ખાતે જાપાનીસ ઔદ્યોગિક પાર્ક તૈયાર થઈ રહ્યો છે. એ જ રીતે વિરમગામ નજીક કેટલીક જાપાનીસ કંપનીઓનાં એકમ સ્થપાયાં છે અને એ વિસ્તાર ‘મીની-જાપાન’ તરીકે ઓળખાણ મેળવી રહ્યો છે. જાપાન રોડ-શો દરમિયાન મિઝુહો બેંક લિ. ના સિનિયર ડિરેક્ટર સંતોશિ વતાંબેએ કહ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાતને કારણે તમારા બિઝનેસના ક્ષેત્રની બહારના લોકો સાથે સંપર્કમાં આવવાની તક મળે છે. આ ઈવેન્ટ તમે ધારી ન હોય એવી તકો માટેના દરવાજા ખોલે છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code