1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકોને મળશે 20 રૂપિયામાં ભરપેટ ભોજન
ગાંધીનગરમાં જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકોને મળશે 20 રૂપિયામાં ભરપેટ ભોજન

ગાંધીનગરમાં જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકોને મળશે 20 રૂપિયામાં ભરપેટ ભોજન

0

ગાંધીનગરઃ ગુજરાતમાં અનેક સેવાભાની સંસ્થાઓ દ્વારા સેવાવૃત ચલાવીને ગરીબ લોકોને મદદ કરવામાં આવતી હોય છે. ગરીબ લોકોને પરવડે તેવા ભાવે ભરપેટ ભોજન મળી રહે તે માટે  જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભોજન સેવા છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત કરાયા બાદ હવે ગાંધીનગરમાં સેકટર-6માં આવેલા પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર રૂપિયા 20માં ગરીબ લોકોને ભરપેટ ભોજન આપવામાં આવે છે. આ સેવાનો લાભ  દરરોજ સવારે 11.30થી બપોરે 1.30 સુધી મળશે.

પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપિયાના નજીવા દરે મળતી થઇ છે.  સમાજ સેવી સંસ્થા જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-6 માં પેટ્રોલ પંપ સામે અપના બજાર નજીકના મેદાનમાં આ ભોજન પ્રસાદ સેવાનો 16મી સપ્ટેમ્બરથી પ્રારંભ કરાયો છે. જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે જીવન પ્રસાદ ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે. અને દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં 30 થી વધુ બહેનોને રોજગારી મળે છે.

આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહિ ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા તથા પોતાનુ ટિફિન લાવે તો ટિફિનમાં પણ ભોજન ભરી આપવામાં આવે છે. ’જીવન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી  નિલેશ જાનીએ આ સેવાનો લાભ જરૂરતમંદ લોકોને અપિલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.