
બોલિવૂડ ક્વિન કંગના રનૌતની એક્શન ફિલ્મ ‘તેજસ’ આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ
મુંબઈઃ- બોલિવૂડની ક્વિન ગણઆતી અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીને લઈને ઘમા સમયથી ચર્ચામાં છે ત્યારે હવે તે તેની અપકમિંગ ફિલ્મ તેજસ ને લઈને પણ સમાચારોમાં છવાઈ છે આજરોજ 5 જુલાઈ છે કંગના નરૌત સ્ટારર ફિલ્મ તેજસની રિલીઝ ડેટ સામે આવી છે.
કંગનાની ફિલ્મ તેજસ વિશે વાત કરતા જ આપણેને ભારતીય વાયુસેનાની યાદ આવે તે વાત ચોક્કસ, વાયુસેનામાં તેજસ ફાયચર પ્લેનની વિશેષતાઓ આપણે સૌ કોઈ જાણીએ છીએ એટલે ફઇલ્મનું નામ પ઼ડતા ફિલ્મની સ્ટોરી થોડી સમજમાં આવી જાય છે.આ ફિલ્મ પ્રતિભાશાળી સર્વેશ મેવાડા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે.
Get ready for an adrenaline filled adventure! #Tejas, starring @KanganaTeam is ready to take off on 20th October in a cinema near you! 🇮🇳 ✈️ @sarveshmewara1 @varunmitra19 @anshul14chauhan @RonnieScrewvala #RSVPMovies pic.twitter.com/mdpKKTF6Ez
— RSVP (@RSVPMovies) July 5, 2023
આ તેજસ ફિલ્મ ની વાર્તા એરફોર્સના પાઇલટ તેજસ ગીલ અસાધારણ યાત્રાની આસપાસ ફરે છે અને તેનો ઉદ્દેશ્ય તે બહાદુર સૈનિકોમાં ગર્વની ભાવના પ્રેરિત કરવાનો અને પ્રેરિત કરવાનો છે જેઓ રસ્તામાં અનેક પડકારોનો સામનો કરીને આપણા દેશનું રક્ષણ કરે છે.
આજ રોજ આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાવામાં આવી છએ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ તેજસ 20 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે, જેમાં તે એરફોર્સ પાઇલટ તેજસ ગિલની ભૂમિકા ભજવતી જોવા મળશે.
આ સહીત રોની સ્ક્રુવાલાના પ્રોડક્શન હાઉસ આરએસવીપીએ ટ્વિટર પર ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. તેણે જાહેરાતની સાથે માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ પર ફિલ્મના કેટલાક સ્ટિલ શેર કર્યા. તેમણે લખ્યું છે કે , રોમાંચ માટે તૈયાર થઈ જાઓ! કંગના રનૌત અભિનીત તેજસ 20મી ઑક્ટોબરે તમારી નજીકના થિયેટરમાં આવવા માટે તૈયાર છે.