1. Home
  2. ગુજરાતી
  3. હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટના નિર્ણય પર  મુસ્લિમ સંગઠનો દ્વારા આજે કર્ણાટક બંધ
હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટના નિર્ણય પર  મુસ્લિમ સંગઠનો દ્વારા આજે  કર્ણાટક બંધ

હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટના નિર્ણય પર  મુસ્લિમ સંગઠનો દ્વારા આજે કર્ણાટક બંધ

0
Social Share
  • હિજાબ વિવાદ મામલે મુસ્લિમ સંગઠનો આજે કર્ણાટક રાખશે બંઘ
  • કોર્ટના નિર્ણય સામે મુસ્લિમ સંગઠનોની નારાજગી
  • આ બંધ સ્વેચ્છિક રીતે રખાશે, કોઈને પણ બદાણ નહી કરાય

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કર્ણાટકથી શરુ થયેલો હિજાબ વિવાદ દેશભરમાં ફેલાયો હતો ત્યાર બાદ તેના પડધાઓ વિદેશમાં પણ પડ્યા હતા જો કે કર્ણાટક હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટે પોતાના ચૂકાદો સંભળાવી દીધો છે અને કહ્યું છે કે હિજાબ કોઈ પણ ઘર્મનો જરુરી હિસ્સો નથી, જો કે આ નિર્ણયથી મુલ્સિન સંગઠનો રાજી થયા નથી. તેમણે આ નિર્ણય સામે  વાંધો વ્યક્ત કર્યો છે.

લઘુમતી સમુદાયના રાજકીય નેતાઓ મંગળવારે હિજાબ અંગે ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. આ બેઠક અમીર-એ-શરિયતના નિવાસસ્થાને થઈ હતી. જેમાં અનેક મુસ્લિમ આગદેવાનોએ હાજરી આપી હતી . કોર્ટના નિર્ણય બાદ વિદ્યાર્થીઓએ આપેલા નિવેદન સામે મૌલવીઓએ વાંધો ઉઠાવ્યો છે

હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી નારાજ થયેલા મુસ્લિમ સમુદાયના નેતાઓએ આજે ​​’કર્ણાટક બંધ’નું એલાન આપ્યું છે. મુસ્લિમ આગેવાનોએ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. સમગ્ર રાજ્ય વેપાર મંડળને પણ આજના બંધમાં ભાગ લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. મુસ્લિમ નેતા સગીર અહેમદે જાહેરાત કરી કે તેઓ ગુરુવારે મુસ્લિમ સમુદાયના મૌલવીઓ સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે બંધ માટે કોઈને દબાણ કરવાની જરૂર નથી.આ બંધ સ્વૈચ્છિક રીતે પાડવામાં આવશે

ઉલ્લેખનીય  છે કે કોર્ટે મંગળવારે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા તેમના શિક્ષણના સમયગાળા દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું એ ઇસ્લામ હેઠળ જરૂરી ધાર્મિક પ્રથાનો ભાગ નથી અને શાળા ગણવેશની નિર્ધારિત માત્ર એક વાજબી પ્રતિબંધ છે, જેના પર વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકતા નથી. કોર્ટની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે આ અંગે આદેશ જારી કરવાની સત્તા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code