1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યન-કિયારા અડવાણીની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘સત્ય પ્રેમકી કથાનું નવું પોસ્ટર સામે આવ્યું, આવતી કાલે ટ્રેલર થશે રિલીઝ
કાર્તિક આર્યન-કિયારા અડવાણીની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘સત્ય પ્રેમકી કથાનું નવું પોસ્ટર સામે આવ્યું, આવતી કાલે ટ્રેલર થશે રિલીઝ

કાર્તિક આર્યન-કિયારા અડવાણીની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘સત્ય પ્રેમકી કથાનું નવું પોસ્ટર સામે આવ્યું, આવતી કાલે ટ્રેલર થશે રિલીઝ

0
Social Share
  • કાર્તિક-કિયારીની ફિલ્મ સત્ય પ્રેમકી કથાનું નવું પોસ્ટર રિલીઝ
  • આવતીકાલે ફિલ્મનું ટ્રેલ રિલીઝ કરાશે

મુંબઈઃ- અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયાર અડવાણીની એપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથા હાલ ચર્ચામાં છે,આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે આજરોજ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે.

આથે જ ટ્રેલરને લઈને પણ સારા સમાચાર સામે આવ્યા છે. સાજિદ નડિયાદવાલા અને નમહ પિક્ચર્સની સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર લાંબી રાહ જોયા બાદ આવતીકાલે રિલીઝ થવાનું છે. ટીઝર અને સોંગ ‘નસીબ સે’ સાથે આગામી રોમેન્ટિક મ્યુઝિકલ લવ સાંગાની ઝલક આપ્યાબાદ , હવે નિર્માતાઓએ ટ્રેલરના રિલીઝના એક દિવસ પહેલા જ અદભૂત પોસ્ટર રિલીઝ કર્યું છે.

ભૂલ ભુલૈયા 2 પછી કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની બ્લોકબસ્ટર જોડીને સ્ક્રીન પર પાછી લાવીને, દર્શકોનો ઉત્સાહ વધાર્યો છે. દર્શકો આ રોમેન્ટિક લવ સ્ટોરીને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે,.

આજરોજ આ ઉત્સાહને વધારવા માટે ફિલ્મનું એક ખૂબ જ આકર્ષક પોસ્ટર રિલીઝ કરીને દર્શકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ પોસ્ટરમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડીની કેમેસ્ટ્રી બતાવવામાં આવી છે. એવું કહી શકાય કે આ પોસ્ટર એક ટ્રીટ સિવાય બીજું કંઈ નથી. તે જ સમયે, ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થવા માટે તૈયાર છે.ઉલ્લેખનીય છે કે ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code