
બોલિવુડની બાર્બી ડોલ તરીકે જાણીતી કેટરિના કૈફનો આજે 38 મો જન્મદિવસ, પોતાની ઓળખ બનાવવા ખૂબ કર્યો સંઘર્ષ
- કેટરિના કૈફનો આજે 38 મો જન્મદિવસ
- પોતાની ઓળખ બનાવવા ખૂબ કર્યો સંઘર્ષ
- ફિલ્મ ‘બૂમ’ થી બોલિવૂડમાં મારી હતી એન્ટ્રી
મુંબઇ : બોલિવુડની બાર્બી ડોલ તરીકે જાણીતી કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983 ના રોજ હોંગકોંગમાં થયો હતો. બોલિવુડ ફિલ્મોમાં ધૂમ મચાવનાર કેટરિના કૈફ આ વર્ષે પોતાનો 38 મો જન્મદિવસ મનાવી રહી છે. જ્યારે કેટરિના ફિલ્મોમાં આવી હતી ત્યારે તેને હિન્દી બોલવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ આજે તે હિન્દી ફિલ્મોની સફળ હિરોઇનમાંની એક બની ગઈ છે. કેટરિનાએ પડદા પર ખૂબ ધૂમ મચાવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેણે પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે.
કેટરિના માત્ર 14 વર્ષની હતી ત્યારે તેને તેની પ્રથમ મોડલિંગનું અસાઇનમેંટ મળ્યું. બાર્બી મોડેલનું વર્ઝન ધરાવનારી તે બોલિવૂડની પહેલી અભિનેત્રી છે. કેટરિના ખૂબ ધાર્મિક પણ છે અને તે દરેક ફિલ્મના રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિર, મુંબઇના મેરી ચર્ચ અને અજમેરની દરગાહ શરીફની મુલાકાત લે છે.
કેટરિનાએ ફિલ્મ ‘બૂમ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલો કમાલ બતાવી શકી ન હતી.આ પછી કેટરિના સલમાન ખાનની અપોઝીટ મૈને પ્યાર ક્યું કિયામાં જોવા મળી હતી. ત્યારબાદથી તે બોલિવુડમાં છવાય ગઈ હતી.
‘મૈંને પ્યાર કયું કિયા’ બાદ કેટરીના ‘નમસ્તે લંડન’, ‘હમકો દીવાના કર ગયે’, ‘પાર્ટનર’, ‘રેસ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી અને પોતાની અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું.અક્ષય કુમાર અને સલમાન સાથે કેટરીનાની જોડી સ્ક્રીન પર ખૂબ જામી. સલમાન ખાન સાથે કેટરીનાના અફેરના સમાચારો પણ સામે આવ્યા હતા અને એવું કહેવાતું હતું કે બંને જલ્દીથી લગ્ન કરી લેશે પરંતુ એવું બન્યું નહીં.
આ સાથે જ કેટરીના રણબીર કપૂર સાથે ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ માં પણ જોવા મળી હતી. આ બંનેના અફેરની વાતો પણ આ ફિલ્મમાંથી બહાર આવવા લાગી. જો કે, બંનેનું થોડા સમય પછી બ્રેકઅપ થયું હતું.હાલના દિવસોમાં કેટરીના કૈફનું નામ વિકી કૌશલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે, આ સમાચારની હજી વિક્કી અને કેટરીના દ્વારા પુષ્ટિ મળી નથી.તો 10 વર્ષ પછી કેટરીના અક્ષય કુમાર સાથે ફરી એકવાર સૂર્યવંશી ફિલ્મમાં જોવા મળશે.