પરિવારના બાળકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવા આટલી બાબતોનું રાખો ધ્યાન
દરેક પરિવારમાં બાળકો હોય છે ઘણી વખત બાળકોના મનમાં એવો પશ્ન ઊભો થાય છે કે મારા પેરેન્ટસ મોટા ભાઈ કે મોટી બહેર પે નાના ભાઈ બહેનને વધુ પ્રેમ કરે છે પરિણામે તે ભાઈ બહેન પ્રત્યે તેઓ ઈર્ષા કરતા થઈ જાય છે,માતા પિતા હોવા ખાતર તમારે બાળકો પર ધ્યાન આપવું જોઈએ કે તમારો એક બાળક પ્રત્યનો વધુ પ્રેમ અને બીજા બાળક પ્રય્તનો ઓછો પ્રેમ બાળકોમાં નફરત ફેલાવે છે, આ માટે કુંટુંબમાં રહેતા દરેક બાળકો વચ્ચે પ્રેમનું પણ બેલેન્સ હોવું જરુરી બને છે.
કોઈપણ સંબંધમાં એકબીજા માટે આદર હોવો જરૂરી છે. ભાઈ-બહેને પણ એકબીજાને માન આપવતા શીખવવું જોઈએ. બહેનની જવાબદારી છે ક્યારેક એવું બને છે કે કોઈ ત્રીજાના કારણે ભાઈ બહેનના સંબંધોમાં ખારાશ આવી જાય છે આવી સ્થિતિમાં માતા પિતાએ બાળકોને સમજાવવા જોઈએ
માતા પિતાએ દરેક બાળકોને સમય આપવો જોઈએ અને તેમના મનની વાત જાણવી જોઈએ એક બાળકને બીજા બાળકની સારી જ વાતો કહેવી જોઈએ ભૂલ હોય તે જે તે બાળકને એકલા લઈ જઈને સમજાવા નહી તો બીજુ બાળક તેનાથી નફરત કરી શકે છે.
ઘરમાં કોઈ પણ પ્રકારની વસ્તુ કે ખાવાનું આવે તો બાળકોને એકબીજા સાથે શેર કરતા શીખવો, આમ કરવાથી બાળકો અંદો અંદર એકબીજા માટે લાગણીશીલ બનશે.
કોઈ પણ મુસીબતના સમયે દરેક બાળકને સમજાવો કે એકબીજાને સાથ આપે, આ સાથ કાય.મી બની રહે તેવા પ્રયત્નો કરો જેથી તમારી ગેરહાજરીમાં પણ બાળકો વચ્ચે અથાગ પ્રેમ અને લાગણી રહે.