
‘KGF 2’એ તોડ્યો ‘PK’ અને ‘સંજુ’નો રેકોર્ડ, જાણો અત્યાર સુધીની કુલ કમાણી
- ‘KGF ચેપ્ટર 2’ ની ધમાકેદાર કમાણી
- ‘KGF 2’એ તોડ્યો ‘PK’ અને ‘સંજુ’નો રેકોર્ડ
- જાણો અત્યાર સુધીની કુલ કમાણી
મુંબઈ:રોકિંગ સ્ટાર યશની કન્નડ ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ટાઈગર ઝિંદા હૈ, પીકે અને સંજુના જીવનકાળના કલેક્શનને પાર કરી લીધું છે અને હવે હિન્દીમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. KGF 2 એ બીજા અઠવાડિયાના શુક્રવારે 11.56 કરોડ, શનિવારે 18.25 કરોડ, રવિવારે 22.68 કરોડ, સોમવારે 8.28 કરોડ, મંગળવારે 7.48 કરોડ અને બીજા બુધવારે 6.25 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની કુલ કમાણી હવે 343.13 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ એસએસ રાજામૌલીની બાહુબલી 2 છે, જ્યારે આમિર ખાનની ફિલ્મ દંગલ બીજા નંબરે છે. KGF 2 દંગલનો રેકોર્ડ તોડી શકશે કે કેમ તે તો સમય જ કહેશે.
આવતીકાલે 29મી એપ્રિલે ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની ફિલ્મ ‘હીરોપંતી’ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે, જેનું એડવાન્સ બુકિંગ પણ ઘણું સારું રહ્યું છે.તો,અજય દેવગણની ફિલ્મ રનવે 34 પણ આવતીકાલે મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે.આવી સ્થિતિમાં, KGF 2 માટે ચોક્કસપણે થોડી મુશ્કેલી છે.ત્રીજા સપ્તાહમાં KGFનું કલેક્શન કેટલું થશે તે જોવું રહ્યું.
યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 14 એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થઈ હતી. યશની સાથે આ ફિલ્મમાં સંજય દત્ત,રવિના ટંડન અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.