‘KGF 2’ OTT પર રિલીઝ થવા માટે તૈયાર, આટલા કરોડમાં વેચાયા ડિજિટલ રાઇટ્સ
- ‘KGF 2’ OTT પર રિલીઝ થવા માટે તૈયાર
- 320 કરોડમાં વેચાયા ડિજિટલ રાઇટ્સ
- અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1000 કરોડથી વધુનું કલેક્શન
મુંબઈ:સુપરસ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 આ દિવસોમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી હતી અને તે અત્યાર સુધી ચાલુ છે. યશ સ્ટારર આ ફિલ્મે અત્યાર સુધી બિઝનેસના મામલામાં ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તાજેતરના આંકડાઓ અનુસાર, આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1000 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. આ દરમિયાન, ફિલ્મે OTT રાઈટસ બાબતમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ ફિલ્મના શાનદાર પ્રદર્શનને કારણે તેના ડિજિટલ રાઇટ્સ પણ ઊંચા ભાવે વેચાયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ OTT પર રિલીઝ થવા માટે 320 કરોડમાં વેચાઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે,આ ફિલ્મ 27 મેથી સ્ટ્રીમ થઈ શકે છે.જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત ન તો ફિલ્મના નિર્માતાઓ દ્વારા કરવામાં આવી છે અને ન તો OTT પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી છે.
KGF ચેપ્ટર 2 માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટના લોકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.આ ફિલ્મે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોને પાછળ છોડી દીધા છે.હાલમાં જ આ ફિલ્મે કમાણીના મામલે આમિર ખાનની દંગલને પાછળ છોડી દીધી છે.
ફિલ્મ ટૂંક સમયમાં 400 કરોડનો આંકડો પાર કરી શકે છે.KGF 2 એ SS રાજામૌલીની ફિલ્મ પછી બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. પ્રભાસ અભિનીત બાહુબલી 2 હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 500 કરોડનો બિઝનેસ કર્યો હતો.


