
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસની બહાર ફરી ખાલિસ્તાની સમર્થકોનો હંગામો, સુરક્ષા વધારવામાં આવી
- સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓનો હંગામો
- પોલીસ સુરક્ષા વઘારાઈ
દિલ્હીઃ- વિદેશના દેશોમાં ખાલિસ્તાનીઓએ છેલ્લા ઘણા દિવસથી હંગામો મચાવ્યો છે ત્યારે બ્રિટન બાદ અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓનો હોબાળો ચાલુ જ છે ,જો કે હવે બ્રિટન બાદ હવે અમેરિકન સરકાર પણ એક્શનમાં આવી છે.
સરકારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. પોલીસે એમ્બેસીની ચારે બાજુ બેરિકેડ લગાવી દીધા છે. તે જ સમયે, બુધવારે ફરી એકવાર કેટલાક ખાલિસ્તાની સમર્થકો દૂતાવાસની બહાર ભેગા થીને હોબાળો મચાવ્યો હતો.જેને લઈને સુરક્ષા વધારવામાં આવી હતી.
આ વિરોધ કરનારાઓને પોલીસે બેરિકેડિંગની બીજી તરફ અટકાવ્યા હતા. રવિવારે પણ કેટલાક ખાલિસ્તાની સમર્થકો અહીં પહોંચ્યા હતા અને તેમણે તોડફોડ કરી હતી. ત્યારે દૂતાવાસની બહાર કોઈ સુરક્ષા નહોતી. જે બાદ ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જેને લઈને હવે ભારતીય દુતાવાસની બહાર કડક પોલીસ સુરક્ષા ગોઠવાઈ છે.