1. Home
  2. ગુજરાતી
  3. ખલનાયક-2: 30 વર્ષ પછી ફરી સાથે જોવા મળી શકે છે સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી
ખલનાયક-2: 30 વર્ષ પછી ફરી સાથે જોવા મળી શકે છે સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી

ખલનાયક-2: 30 વર્ષ પછી ફરી સાથે જોવા મળી શકે છે સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી

0
Social Share

મુંબઈ: ધ ટ્રુ શોમેન તરીકે ઓળખાતા ડાયરેક્ટર સુભાષ ઘઇએ ખલનાયકની સિક્વલને મંજૂરી આપી દીધી છે. સુભાષ ઘઈએ જણાવ્યું હતું કે ,’ખલનાયક-2’ની સ્ક્રિપ્ટ પર 3 વર્ષથી કામ થઈ રહ્યું છે.હવે આ સમાચાર સાંભળીને સંજય દત્તના ફેન્સ ‘ખલનાયક-2’ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અહેવાલ છે કે ફિલ્મમાં જૂની સ્ટારકાસ્ટનું પુનરાવર્તન કરવામાં આવશે. એટલે કે સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની જોડી ફિલ્મ ખલનાયક 2માં પણ જોવા મળી શકે છે. જો કે, ફિલ્મ નિર્માતાઓ દ્વારા હજી સુધી કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી.

આ ફિલ્મની વાર્તા સંજય દત્તની આસપાસ ફરે છે, જે બલ્લુ નામના સ્માર્ટ ક્રિમિનલનો રોલ કરે છે. બલ્લુ જેલમાંથી ભાગી જાય છે અને ગંગા (માધુરી દીક્ષિત), એક પોલીસ જે તેના પતિ રામ (જેકી શ્રોફ) સાથે ન્યાય માટે લડે છે. તે ગુનેગારને પકડવા માટે ગુપ્ત રહેવાનું નક્કી કરે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ખલનાયકના ઘણા ગીતો સુપરહિટ રહ્યા હતા. આ ફિલ્મને ક્લાસિક સિનેમા કહેવામાં આવે છે. હવે ચાહકો આતુરતાથી ‘ખલનાયક-2’ની રાહ જોઈ રહ્યા છે.

હાલ સુભાષ ઘઈ ખલનાયક 2ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. અત્યારે ફિલ્મને ફ્લોર પર આવવામાં ઘણો સમય લાગશે. હાલ તો સુપરહિટ ફિલ્મ ‘ખલનાયક’ના 30 વર્ષ પૂરા થવાની તૈયારીઓ ચાલી રહી છે. 4 સપ્ટેમ્બરે ખલનાયકની રિલીઝને 30 વર્ષ પૂરા થશે. સંજય દત્તની આ સુપરહિટ ફિલ્મ ફરી એકવાર રિલીઝ કરવાની તૈયારી મેકર્સ કરી રહ્યા છે. ખલનાયક 5 સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું પ્રીમિયર મુંબઈમાં થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code