1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડા: સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ
ખેડા:  સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ

ખેડા: સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ

0
Social Share

અમદાવાદઃ  સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં સપડાયેલું હતુ ત્યારે પોતાના પરિવાર અને સ્વયમની ચિંતા કર્યા વિના જાનના જોખમે કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડઝદળાના બે જવાનોનું કોરોનાથી સંક્રમીત થતા મૃત્યૃ થયુ હતુ. રાજય સરકાર ધ્વારા આ બન્ને કોરોના વોરિયરના સીધા વારસદાર ધર્મપત્નીઓના એકાઉન્ટમાં રૂા. 25-25 લાખ મુખ્યમંત્રી રાહતફંડમાથી જમા થઈ ગયા છે.

ખેડા જિલ્લા હોમગાર્ડઝદળમાં ફરજ બજાવતા 1380 હોમગાર્ડઝ પૈકી ચાર વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઈને સ્વર્ગસ્થ થયા હતા. તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા કોરોનાથી સંક્રમિત થઈને સ્વર્ગસ્થ થનાર હોમગાર્ડના સભ્યોને રૂા. 25 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી જેના અનુસંધાને જિલ્લા કમાન્ડન્ટ મહેશભાઈ મહેતા ધ્વારા ચારેય સ્વર્ગસ્થની દરખાસ્તો હોમગાર્ડઝદળની વડી કચેરી અમદાવાદ કરાઈ હતી જે દરખાસ્તો રાજય સરકારમાં કમાન્ડન્ટ જનરલ ડો.નિરજા રાવ ગોટરૂ ધ્વારા રાજય સરકારના ગૃહ વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંધવી ધ્વારા ઉપરોક્ત પૈકી ત્રણ દરખાસ્તોને મંજુર કરવામાં આવી છે. અને એક દરખાસ્ત હાલમાં પેન્ડિગ છે. મંજુર થયેલી ત્રણ દરખાસ્તો પૈકી કઠલાલના સ્વ.મહેશકુમાર પિતાંબરદાસ રોહીતના ધર્મપત્ની નંદાબેનને અમદાવાદ વડી કચેરી ખાતે ચેક ધ્વારા ગત તારીખ 15 ઓગષ્ટના રોજ નાણા ચુકવવામાં આવ્યાં હતા. જયારે અન્ય બે દરખાસ્તોમાં મહેમદાવાદ હોમગાર્ડઝ યુનિટના કંપની કમાન્ડર ઐયુબખાન ભાઈખાન પઠાણના ધર્મપત્ની શહેનાઝબાનું પઠાણ તથા નડીઆદ હોમર્ગાડઝ યુનિટના ભુપેન્દ્રસિંહ ધીરજસિંહ રાજપુતના ધર્મ પત્ની વસુબેન સણાવતના ખાતામાં સીધા નાણા મુખ્યમંત્રી રાહતફંડમાંથી જમા થઈ ગયા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code