1. Home
  2. ગુજરાતી
  3. કિચન ટિપ્સઃ રસોઈ કરતી વખતે ગૃહિણીઓના કપડા ખરાબ થતા અટકાવે છે એપ્રન ,જાણો કપડા ન બગડે તે માટેની કેટલીક ખાસ ટિપ્સ
કિચન ટિપ્સઃ રસોઈ કરતી વખતે ગૃહિણીઓના કપડા ખરાબ થતા અટકાવે છે એપ્રન ,જાણો કપડા ન બગડે તે માટેની કેટલીક ખાસ ટિપ્સ

કિચન ટિપ્સઃ રસોઈ કરતી વખતે ગૃહિણીઓના કપડા ખરાબ થતા અટકાવે છે એપ્રન ,જાણો કપડા ન બગડે તે માટેની કેટલીક ખાસ ટિપ્સ

0

સાહિન-

  • લોટ બાધંતી વખતે એપ્રન પહેરવાની આદત રાખો
  • કોઈ પણ કામ કરતા વખેતે એક નેપ્કિન તામારા હાથમાં રાખો
  • તમારા હાથને વારંવાર નેપકિન વડે સાફ કરતા રહેવું

સામાન્ય રીતે ગૃહિણીઓની પ્રયોગ શાળા એટલે કિચન, જ્યા તે દિવસભર અનેક પ્રકારના વ્યંજનો બનાવે છે અને પોતાના પરિવારને પીરસે છે, જો કે સવારે નાહી ઘોઈ ફ્રેશ થીને જ્યારે ગૃહિણી કિચનમાં રોટલી કે શાક બનાવા પ્રવેશે છે ત્યારે સૌથી વધુ ટેન્શન હોય છે કપડા ગંદા થવાનું,. કપડા પર તેલના છાટા ઉડવા, લોટ લાગવો વગેરે જેવી નાની નાની બાબત કપડાનને ગંદા કરી શકે છે, તો આજે આપણે એવી કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું જે તમને રસાઈ ઘરમાં તમારા કપડાને સાફ અને ક્લિન રાખવા કામ લગાશે.

ઘણી સ્ત્રીઓને આદત હોય છે કે શાક સમાર્યા બાદ તરત પોતાના કપડા વડે હાથ નુછી લે છે, જો કે આવી આદત મોટા ભાગના લોકોને છે પરંતુ આ માટે તમારે એક મોટો નેપકિન જ્યારે પણ તમે કિચનમાં હોવ ત્યારે શોલ્ડર પર મૂકી રાખવો જોઈએ, જેથી જ્યારે પણ હાથ પાણી વાળા કે બીજા કશા વાળઆ થાય તો તરત તે નેપકીન વડે સાફ કરીલો, જેથી તનમારા કપડા ગંદા નહી થાય

જ્યારે પણ કિચનમાં રસોઈ કામ માટે જાઓ છો એટલે તરત જ એપ્રન પહેરી લો, એપ્રેન પહેર્યા વગર કિચનનું કામ ક્યારેય કરવું નહી, કારણ કે એપ્રનથી તમારા કપડા પર તેલના ડાધ નથી પડતા આ સાથે જ જો ભૂલમાં તવીથો, મચચો છટકી જાય છે તો કપડા ગંદા નહી થાય.

એપ્રેન તમારા કપડાને ગંદા થતા બચાવે છે, આ સાથે જ એપ્રનમાં આપેલા આગળના ખીસ્સામાં તમે નેપકીનને સરળતાથી મૂકી શકો છો, જો ખભા પર નેપકિન રાખવાની આદત ન હોય તો તમે તે નેપકીનને એપ્રનના ખિસ્સામાં રાખીદો.

બને ત્યા સુધી કિચનમાં વધાર કરતી વખતે ગેસ થી થોડુ અંતર જાળવી રાખવું જોઈએ જેથી રાયના દાણા તમારી આંખોમા કે શરીર પર ઉડે નહી, અને દાઝવાથી બચી શકાય.

ખાસ કરીને જ્યારે કિચન પર ઊભા રહીને તમને રોટલી વણવાની આદત છે, તો એપ્રનને પહેરીને રોટલી બનાવો, જેથી કરીને પેટ પાસે લોટ વાળા કપડા થતા અટકાવી શકશો.કારણ કે આપણાને કિચન લાથે અડીને ઊભા રહેવાની આદત હોય તો પેટ પાસ ેકપડા લોટ વાળા સામાન્ય રીતે થતા જ હોય છે.

રોટલી બનાવતી વખતે કોરોના લોટના વાટકાને એક કપડું પાથરીને તેના પર રાખવો જોઈએ જેથી પ્લેટફોર્મ પર લોટ વેરાય નહી અને કિચન પણ ચોખ્ખું રહેશે.

જ્યારે પણ કિચનમાં કામ કરો છો ત્યારે તનમારા વાળને હેંમેશષા એક રુમાલ વડે કે સાવર કેપ વડે કવર કરીલો જેથી ભોજનમાં વાળ નહી આવે, બને ત્યા સુધી માથા પર સ્કાફ બાંધીને જ કિચનમાં જવું

લોટં બાંધતી વખતે તે જ હાથ વડે ફ્રિજ ન ખોલવું અથવા તો કિચનના ખાના પણ ન ખોલવા તેનાથી ચિકાશ ફેલાઈ છે, લસોટ બાંધ્યા બાદ હેન્ડ વોશ વડે હેન્ડ વોશ કરીને જ બીજી વસ્તુને અડકવી.

જો કિચનમાં તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારે ક્યારેય ગંદકીનો સામનો નહી કરવો રડે,કિચનનું પ્લેટફોર્મ અને તમારા રસોઈ કરતી વખતે પણ ચોખ્ખા રહેશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.