કિચન ટિપ્સઃ- જો રોટલી વધી જાય તો ચિંતા ન કરો, સવારના નાસ્તામાં તેમાંથી બનાવો મસાલા ખાખરા
સાહિન મુલતાનીઃ-
દરેક ઘરમાં ગૃહિણોને કીચનનું કામ વધુ રહેતું હોય છે તે ઉપાંરત ખાસ કરીને ભોજન તથા નાસ્તાની વ્યવ્સ્થા કરવી ક્યારે શું બનાવવું દરેક બાબતોની જવાબદારીઓ ગૃહિણીઓ પર હોય છે, તેમાં પણ જો કોઈ કારણોસર ક્યારેય જમવાનું કે નાસ્તો બચી જાય ત્યારે ટેન્શન વધી જાય છે, કે વાસી ખવડાવવું હોતું નથી અને આટલા બધા ખાવાનાનો નિકાલ પણ કઈ રીતે કરવો, જો કે આજકાલની ગૃહિણીઓ હવે સ્માટ્ર બની છે , બચેલા ભોજનમાંથી નવી ડિશ તૈયાર કરીને પીરસે છે જેને લઈને ભોજનનો બગાડ પણ નથી થતો અને વાનગી પણ બદલાઈને ડિશમાં પરોસાઈ છે.
આજે વાત કરીશું વાસી રોટલીની , જ્યારે ઘરમાં રોચલી ખૂબ વધી જાય છે ત્યારે શું કરવું જોઈએ, આમતો રોટલીના રોલ, ચેવડો,નુડલ્સ આમ ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ પણ આજે એકદમ સરળ ટિપ્સ જોઈશું કે વધેલી રોટલીમાંથી ડિપ ફ્રાઈ ખાખરા તૈ.યાર કરીને ચા સાથે મજા માણી શકીએ.
જ્યારે પણ તમારા કિટનમાં રોટલી વધે છે તો હવે ચિંતા કરશઓ નહી, વધેલી રોટલીને કાણાવાણ ાવાસણમાં ઉરક કટકો ઢાકીને રાત સુધી રહેવાદો, જ્યારે સવારે ચા નાસ્તો બનાવો છો ત્યારે આ રોટલીને કઢાઈમાં બરાબર તેલ ગરમ કરીને આજુ બાજુ બન્ને બાજુ બરાબર બ્રાઉન થાય ત્યા સુધી તળીલો, તળાી ગયા બાદ રોટલીને એક ખુણામાંથી થોડી તોડી તેમાથી તેલ પણ નીતારી લો, હવે આ રોટલી પર તમે ચાટમસાલો અથવા જીરુ મીઠછું નાખીદો, તૈયાર છે તમારા ડિપ ફ્રાઈ ખાખરા, જે તમારી સવારના ચા નાસ્તાનો સ્વાદ બમણો કરશે.